Downtrodden

સ્મૃતિ ઇરાનીના સંસદમાં ઉચ્ચારેલા અર્ધસત્યો સામે કેટલાક વેધક સવાલ

શું સ્મૃતિ ઇરાની રોહિત વેમુલાના કેસમાં કેટલાક વેધક સવાલોના જવાબો આપી શકશે ?

ગોબેલ્સ એક રસપ્રદ અને અસરકારક માણસ હતો. સૌથી ખરાબ અને સૌથી સર્વોચ્ચ હિંસક વિચારો  ધરાવનાર હિટલરના શાસન સંચાલિત ઘણી બાબતો માટે તે જવાબદાર હતો. તેણે વારંવાર એક વસ્તુ વિષે વાત કહી તેને સત્ય સાબિત કરવા માટે પોતાની વિશેષ કળા માટે તેને ઇતિહાસમાં યાદ કરવામાં આવે છે, જૂઠી વાતો પર આધારિત ઘાતક સરકાર પ્રચાર અને શ્રેષ્ઠ રીતે અડધા સત્યો બોલીને તે નાઝી સરકારનું પ્રચાર મંત્રાલય સંભાળતો હતો.

ગોબેલ્સ પ્રચાર રાષ્ટ્રીય સંઘ સ્વયંસેવક (આરએસએસ)ની ખાસ વિશેષતા રહી છે અને એમએચઆરડીના પ્રધાન સ્મૃતિ ઈરાનીના લોકસભાના ગઇકાલના ભાષણમાં (ફેબ્રુઆરી ૨૪,૨૦૧૬) તે સ્પષ્ટ દેખાય આવતો હતો. અહીં અમે રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યાની આસપાસના કેટલાક અસત્યનો પ્રતિકાર કરવા પ્રશ્નો લખી રહ્યા છીએ.

શું વાત સાચી નથી કે ભાજપના કેન્દ્રીય પ્રધાન દત્તાત્રેયે ૧૭ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ રાષ્ટ્રીય આંબેડકર એસોસિયેશન વિદ્યાર્થી (ASA)ની જ્ઞાતિવાદ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વિષે એક પત્ર સ્મૃતિ ઈરાનીને લખ્યો હતો ? શું વાત સાચી નથી કે રોહિતની સંશોધન શિષ્યવૃતિ સાત મહિનાથી ગંભીર અને અપમાનજનક રીતે બંધ કરવામાં આવી હતી અને તે પણ ગેરકાયદેસર રીતે ? શું વાત સાચી નથી કે ઈરાનીના સ્મૃતિ એમએચઆ૨ડીના અધિકારીઓએ કેસમાં પાંચ વાર વાઇસ ચાન્સેલર (વીસી) હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી (HCU)ને પત્ર લખી બાબતમાં રસ લઈ રહ્યા હતા ? શું પત્રો મંત્રી અને તેના ખાતા દ્વારા વીસી પર અસાધારણ દબાણ બનાવી રહ્યા છે એવું દર્શાવતા નથી ? શું તે છે કે તે વાત સાચી નથી કે રોહિતે ફાંસી કહી લીધી પછી પાંચ મિનિટ પછી CMO આરોગ્ય કેન્દ્રના ડો પી રાજેશ્રી

ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પલ્સ ચેક કરીને તેને અને મૃત જાહેર કર્યો ? જ્યારે સંસદમાં અને રાષ્ટ્ર સામે એવું જૂઠાણું ચલાવવામાં આવ્યું કે કોઈ ડૉક્ટર કે પોલીસને આગામી દિવસ સુધી રોહિતને જોવા માટે મંજૂરી આપવામાં આવી હતી ?

શું તે વાત સાચી નથી કે રોહિત વેમુલાનો અગ્નિસંસ્કાર તેના પરિવાર કે મિત્રો વગર કરવામાં આવ્યો હતો કારણ કે સત્તાવાળાઓને કેમ્પસમાં અને બહાર ગુસ્સાનો સામનો કરવો પડે ? શું નવા નિમાયેલા વાઇસ ચાન્સેલર અપ્પા રાવને ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ રોહિતનો એક પત્ર પ્રાપ્ત થયો નથી, જે તેણે તેના મૃત્યુ પહેલાં સ્પષ્ટપણે સૂચવે છે કે તેને વ્યવસ્થિત રીતે બાકાત કરવામાં આવ્યો અને અપમાનજનક રીતે દબાણ કરી તેને જીવનના અંત સુધી પહોચડવામાં આવ્યો ? રોહિતે કથિત માર્મિકપણે પોતાના પત્રમાં વીસીને જણાવ્યું હતું કેપ્રવેશ સમયે બધા દલિત વિદ્યાર્થીઓ માટે ૧૦ મિલિગ્રામ ઝેર અને બધા દલિત વિદ્યાર્થીઓના રૂમમાં એક સરસ દોરડું આપવું જોઈએ. પત્રમાં રોહિત કહે છે કેહું વિનંતી કરું છુ કે મારા જેવા વિદ્યાર્થીઓ માટેઇચ્છા મૃત્યુમાટે સુવિધા આપી તમે કાયમ માટે કેમ્પસમાં શાંતિ ભોગવી શકશો.” શું પત્ર વ્યહવાર યુનિવર્સિટી સત્તાવાળાઓને દોષી ઠેરવતો નથી અને ખાસ કરીને અગ્રણી વાઇસ ચાન્સેલર ને?

પત્રમાં દલિત વિદ્યાર્થીઓનો સત્તાવાર રીતેસામાજિક બહિષ્કારકરવા અને AVBPના એક કાર્યકર દ્વારા દલિતો વિશે અપમાનજનક ટીકાની પણ વાત કરવામાં આવી છે. ( બધુ જાણ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પની વંશીય ટિપ્પણીઓ તમને સાવ સામાન્ય લાગશે.) શું વીસી બધા પત્રો પછી વ્યગ્ર થયા હતા ? ભારત સરકારે કઈ કર્યું હતું ? ત્યાં ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ અને જાન્યુઆરી ૧૭, ૨૦૧૬ વચ્ચે વીસી, HCU સત્તાવાળાઓ, રોહિત અને અન્ય ચાર સંશોધન વિદ્વાનો વચ્ચે કોઇ વાતચીત થઈ હતી ? શું સાચું નથી કે પાંચ દલિત સંશોધન વિદ્વાનોને જાન્યુઆરી, ૨૦૧૬ પછી, તેમના રૂમની બહાર લૉક કાઢી મૂકવામાં આવ્યા હતા? અને તેઓ બહાર રસ્તા પર સૂઈ જતાં હતા. તેઓની શિષ્યવૃતિ ગેરકાયદસર રીતે જુલાઈ ૨૦૧૫ થી કાપી નાખવામાં આવી હતી ? સાચું નથી કે પાંચ દલિતોનો કેમ્પસમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને સંશોધન માટે પુસ્તકાલયની મુલાકાત લેવા પર તેમને અપમાનજનક રીતે રોકવામાં આવ્યા હતા? શું તે સાચું નથી કે વરિષ્ઠ પદાધિકારીઓ, બે કેન્દ્રીય ભારતના પ્રધાનો (બંને સ્ત્રીઓ) રોહિતની દલિત ઓળખની અધિકૃતતા સામે પ્રશ્ન કર્યો હતો?

શું સાચું નથી કે ૧૭ જાન્યુઆરી, ૨૦૧૬ ના રોજ દુઃખદ પગલા પછી ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલને રોહિતની વાસ્તવિક જાતિ તપાસ કરવા માટે કહ્યું હતું? શું સાચું નથી કે કે યુનિવર્સિટીની તપાસ ટીમમાં દલિત હતા અસત્ય છે (ઈરાનીનો દાવો) હકીકતમાં ટીમમાં કોઈ દલિત હતા અને એક બ્રાહ્મણ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું? શું તે સાચું નથી કે ABVP વિદ્યાર્થી નેતા શુશીલ કુમારના તમામ દાવાઓ કે રોજીતે તેને માર માર્યો હતો જે ખરેખર અસત્ય છે; HCU રજિસ્ટ્રાર અને તબીબી અહેવાલના આધારે સુશિલ કુમારની વાર્તા નકારી કાઢવામાં આવી છે કે જે દર્શાવે છે કે તેઓ એપેન્ડિસાઈટિસ માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો? સ્મૃતિ ઈરાની ભાષણ આપી રહી હતી આપી હતી લોકસભામાં તેના વખાણ થઈ રહ્યા હતા. ત્યારે રોહિતની માતા રાધિકા તેના ૨૬ વર્ષના પુત્ર માટે ન્યાયની માંગણી કરવા ભારત ગેટ ખાતે કેન્ડલલાઇટ જાગરણ કરી રહી  હતી. ખરેખર નિંદનીય છે કે રાધિકા તેના બાળકનો એક રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે માટે દુખી હતી. એક મહિના પહેલાં, કાયદા અને માનવ સંસાધન વિકાસ મંત્રી, સ્મૃતિ ઈરાનીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતોકે રોહિતના મૃત્યુ અને તેના દલિત હોવા સાથે કંઈ લેવાદેવા નથી. રોહિતની માતા રાધિકાના શબ્દો આજે યાદ આવે છે તેણે કહ્યું કેહું સ્મૃતિ ઈરાનીને મળીને પૂછવા માંગુ છુ કે તમે મારા પુત્રને રાષ્ટ્ર વિરોધી જાહેર કરવા માંગો છો? તમારા મંત્રાલયે લખ્યું હતું કે મારો રોહિત અને અન્ય દલિત વિદ્યાર્થીઓ રાષ્ટ્ર વિરોધી અને ઉગ્રવાદીઓ હતા. તમે જણાવ્યું હતું કે તેઓ દલિત નથી. તમે તેના પર ખોટા પ્રમાણપત્ર મેળવવાનો આરોપ મૂક્યો છે. હું કહું છુ કે તમે તમારી શૈક્ષણિક લાયકાતો માટે ખોટા પ્રમાણપત્રો મળી ગાયમતે તમને એવું લાગે છે કે અન્ય લોકો પણ એવું કરતાં હશે ? તમે મારા પુત્રની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી, તમે તેને યુનિવર્સિટી માંથી સસ્પેન્ડ કર્યો. તમે માનવ સંસાધન વિકાસ પ્રધાન છે, પરંતુ તમારા માટે શિક્ષણની કોઈ કિંમત નથી. તમે ક્યારેય સમજી નહીં શકો કે એક દલિતને પીએચડી સ્ટેજ સુધી પહોંચવા માટે કેટલી હાડમારી, સંઘર્ષ, અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમે મારા આંસુ અને તે સ્થિતિ સુધી પહોંચવા માટે મારા બલિદાનને ક્યારેય સમજી નહીં શકો. મે મારા પુત્રને ૨૬ વર્ષ સુધી સાચવ્યો અને તમે માત્ર ત્રણ મહિનામાં તમે તેને છીનવી લીધો.” વાત ગ્લોબેલ્સ પ્રચારની છે, માટે મને ખરેખર કોઈ જવાબોની અપેક્ષા નથી. અહી બે કામ સમાંતર રીતે ચાલી રહ્યા છે, એક ભારપૂર્વક ખોટી વાતો જણાવે છે, જ્યારે અન્ય ભારતીય બંધારણને પડકારી રહ્યા છે. ખરેખર આજે સત્ય, વાસ્તવિકતા વિરુધ્ધ પ્રચાર સાધન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.      – તિસ્તા સેતલવાડ     (સૌજન્યઃ સબરંગ ઈન્ડિયા)