Religion

હદીસ બોધ

એકબીજાની ઈર્ષ્યા ન કરો, આથી શત્રુતા ઉત્પન્ન થશે. (હદીસ બોધ)

બોધ વચન

જે માણસ ડગતો નથી તે જ ખરો વીર છે. -ઈમર્સન

આજની આરસી

૨૨ ઓક્ટોબર મંગળવાર ર૦૨૪
૧૮ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ છઠ્ઠ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૦
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૯

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

હૈ અઝલસે ઈન ગરીબોંકી મુકદરમેં સુજૂદ
ઈનકી ફીતરતકા તકાઝા હૈ નમાઝ-એ-કયામ
ઈબ્લીસકી મજલિસ એ શૂરામાં પહેલો સલાહકાર જણાવે છે કે શયતાને ગોઠવેલા તંત્રમાં ગરીબો સદીઓથી મજબૂર અને લાચાર છે. જુલ્મીઓની આગળ ઝૂકવાનું આ લોકોનું નસીબ બની ગયું છે. ગરીબોની જિંદગીની મિસાલ એવી બની ગઈ છે કે કોઈ વ્યક્તિ એવી નમાઝમાં હોય જેમાં સજદો કરવાનો છે પણ કયામ નથી (નમાઝમાં ઊભા રહેવું) અર્થાંત પ્રજા ગુલામી, જુલ્મથી ટેવાઈ ગઈ છે. સહન કરવાની આદત પડી ગઈ છે પણ પોતાનો હક મેળવવાનું ભૂલી ગઈ છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)