Religion

હદીસ બોધ

અન્યની ભલાઈ ઈચ્છાવાનું નામ જ ધર્મ છે.(હદીસ બોધ)

બોધ વચન

જે માણસ મધમાખીના ડંખથી ડરીને મધપૂડાનો ત્યાગ કરે છે તે મધ મેળવવાને લાયક નથી. -શેકસપિયર

આજની આરસી

૨૩ ઓક્ટોબર બુધવાર ર૦૨૪
૧૯ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ સાતમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૦
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૮

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

નિશાન યહી હૈ જમાનેમેં ઝિંદા કૌમોં કા,
સુબહ-ઓ-શામ બદલતી હૈ ઉનકી તકદીરેં
દાયકાઓ પહેલાંનો શેર આજે પણ પ્રસ્તુત છે, જે સમાજ, પ્રજા જાગૃત છે, પરિશ્રમ કરે છે તેમની ઓળખ એ છે કે તેમનું નસીબ વહેલી તકે બદલાય છે. નાતજાત, ધર્મ, ફિકા પરસ્તી, પ્રદેશવાદ, ભાષાઓના વાડાઓમાં ક્ષુલ્લક બાબતોને વળગી રહી સમય વેડફતી પ્રજાનું નસીબ તેમણે સાથ આપતું નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)