Religion

હદીસ બોધ

વહેલી સવારે પોકારનાર કૂકડાને ધિક્કારો નહીં, તે તો તમને બંદગી માટે જગાડે છે. – હદીસ બોધ

બોધ વચન

ખુશી એ એક એવું અત્તર છે, જેના થોડા ટીપાં તમારી જાત પર છાંટયા વિના બીજાઓ પર છાંટી નહી શકો. – એનોનિમસ

આજની આરસી
૨૮ ઓક્ટોબર સોમવાર ર૦૨૪
૨૪ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ અગિયારસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૨
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૫

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

ઉમ્મીદ કયા હૈ સિયાસત કે પેશ્વાઓંસે યે ખાકબાઝ હૈં, રખતે હૈં ખાકસે પૈવંદ
રાજા મહારાજા, બાદશાહો, સરમુખત્યારો, લોકશાહીના પ્રધાનોને કેટલી જમીન પર કબજો કર્યો છે તે બાબતે જ રસ હોય છે. તેઓ પ્રજાનું લોહી વહેવડાવે છે. તેઓ પ્રજાના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ કરશે તેવી આશા રાખવી નિરર્થક છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)