Religion

હદીસ બોધ

અહંકારી અથવા અભિમાની ન બનો. – હદીસ બોધ

બોધ વચન

મોટાભાગના લોકો પોતાના નાણાં ખર્ચાય અને પૂરા થઈ ન જાય ત્યાં સુધી તેની દરકાર કરતા નથી. ઘણાં લોકો સમયની બાબતમાં પણ આવો જ વર્તાવ કરે છે. – ગેટે

આજની આરસી

૩૦ ઓક્ટોબર બુધવાર ર૦૨૪
૨૬ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ તેરસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૩
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૩

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

નિકાલા હમકો જન્નત સે, ફરેબ-એ-જિંદગી દેકર
દીયા ફીર શૌક-એ-જન્નત કયું, યે હૈરાની નહીં જાતી
કવિ ખુદાને કહે છે કે જન્નતમાં બાબા આદમ હતા. તેમને દુનિયાની જિંદગી આપી, હવે દુનિયામાં સારા કર્મો કરશો, ખુદાની બંદગી કરશો તો જન્નત મળશે તેમ કહેવામાં આવે છે તો જન્નતમાંથી દુનિયામાં કેમ મોકલવામાં આવ્યા તે સમજાતું નથી !!!! -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)