Religion

હદીસ બોધ

જે માણસ બે વચ્ચે સુલેહ કરાવવા માટે પોતાના તરફથી કોઈ વાત ઉમેરીને કહે તો તે જૂઠો નથી.(હદીસ બોધ)

બોધ વચન

સદ્‌વિચાર સઘળા ઘાવને રૂઝવી દેવાનું કામ કરે છે. -વિલિયમ જેમ્સ

આજની આરસી
૨ નવેમ્બર શનિવાર ર૦૨૪
૨૯ રબીઉલ આખર હિજરી ૧૪૪૬ કારતક સુદ એકમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૪
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૧

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

હમ તો માઈ’લ બ-કરમ હૈં, કોઈ સાઈ’લ હી નહીં, રાહ દીખલાએં કીસે, રહ-રવ-એ-મંઝિલ હી નહીં
અલ્લાહ કહે છે કે હું તો પરમ કૃપાળુ (માઈ’લ બ-કરમ) છું, મહેરબાની કરવાવાળો છું, જો કોઈ દુઆગીર (સાઈ’લ) હોય તો મારો કરમ વરસાવું છું, હું કોનો માર્ગદર્શક બનું, કોઈપણ મુસાફર એટલે કે ધ્યેય ધારક નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)