Religion

હદીસ બોધ

અલ્લાહ તે માણસ પર રહેમ કરે છે જે ખરીદતી વખતે, વેચતી વખતે અને લેણું માંગતી વખતે નરમાઈથી વર્તે છે. (હદીસ બોધ)

બોધ વચન
સારી રમૂજ એ મનનોે સૂર્યપ્રકાશ છે. -બુલવર લિટ્ટન

આજની આરસી

પ નવેમ્બર મંગળવાર ર૦૨૪
૨ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ ચોથ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૬
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૦

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

હૈ આબ-એ-હયાત ઈસી જહાંમેં,
શર્ત ઈસકે લીયે હૈ તાશ્ના-એ-કામી
કવિ કહે છે કે આ દુનિયામાં જ આબ-એ-હયાત અમરત્વનું પાણી છે, શરત એ છે કે તેને પામવાની તારામાં વણછીપી પ્યાસ હોવી જોઈએ. જો તું નેક રસ્તે ચાલીશ, પરહેઝગારી, બંદગી કરીશ, સદ્‌કાર્યો કરતો રહીશ, ઈમાનદાર રહીશ તો તારી મોત પછી પણ તારૂં સ્થાન લોકોના દિલમાં રહેશે -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)