મોટા સાથે વિવેક, નાના સાથે સ્નેહ. જે આવું ન વર્તે તે માનવી નથી. (હદીસ બોધ)
બોધ વચન
પૈસા એના માલિકના ચારિત્ર્ય મુજબ સારી કે ખરાબ અસર પાડે છે. – એરિસ્ટોટલ
આજની આરસી
૧૧ નવેમ્બર સોમવાર ર૦૨૪
૮ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ દસમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૯
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૭
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અપની ગફલતકી યહી હાલત અગર કાયમ રહી,
આયેંગે ગુસાલ કાબુલસે, કફન જાપાનસે
કવિ મુસલમાનોને કહે છે કે તમે દીની તાલીમ કે આધુનિક શિક્ષણ મેળવતા નથી, આત્મનિર્ભર થતા નથી. તમારી અજ્ઞાનતાને કારણે એ દિવસ દૂર નથી કે મૈયતને ગુસલ દેનાર કાબુલથી બોલાવવા પડે, કફન જાપાનથી મંગાવવું પડે. અન્યો પર આધાર રાખવાની ટેવ બંધ કરવા પ્રજાએ શિક્ષિત થવું જ પડશે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)