જલદી ક્ષમા આપવી એ સજ્જનનું લક્ષણ છે. (હદીસ બોધ)
બોધ વચન
સંસાર એક મોટો ગ્રંથ છે, પરંતુ જે વાંચી શકાતો નથી તેના માટે તે નિરર્થક છે. -ગોલ્ડોની
આજની આરસી
૨૨ નવેમ્બર શુક્રવાર ર૦૨૪
૧૯ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૪
ખત્મે ઝવાલ ૧૨-૨૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
દિલ સોઝસે ખાલી હૈ, નિગાહ પાક નહીં હૈ
ફિર ઈસમેં અજબ કયા કિ તૂ બેબાક નહીં હૈ.
તારૂં દિલ અલ્લાહની ઈબાદત માટે વ્યાકુળ નથી, તું ઈમાન ઉપર અડગ નથી. તેથી આશ્ચર્ય નથી કે તું હિંમતવાન, નીડર નથી બની શકતો, અસત્ય, બેઈમાની અને જુલ્મ સામે તું ઝુકી જાય છે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)