Religion

હદીસ બોધ

એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના પિતાના મિત્રોને મળે અને તેમની સાથે સદ્‌વ્યવહાર કરે. (હદીસ બોધ)

બોધ વચન

જ્ઞાનની એ ખાસિયત છે કે જેઓ તેના માટે ખરેખર તરસ રાખે છે તેઓ તેને હંમેશા પ્રાપ્ત કરે જ છે. -જેફરિસ

આજની આરસી

૩ ડિસેમ્બર મંગળવાર ર૦૨૪
૩૦ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ માગશર સુદ બીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૧
ખત્મે ઝવાલ ૧૨-૨૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

ગૈરત હૈ બડી ચીઝ, જહાન-એ-તગ-દૌ મેં,
પહનાતી હૈ દરવેશ કો તાજ સરે દારા
દુનિયાની આ મુશ્કેલી(તગ-દૌ) જિંદગીમાં, ઝંઝાવાતમાં ઈજજત, આબરૂ, ‘ખુદી’, સ્વમાન બહુ જ મોટું જમા પાસું છે. જે માનવીએ પોતાની આબરૂ જાળવી છે, પદ, લોભ, મોહ, માયા માટે અન્યોની આગળ ઝૂકયો નહીં, તેને બાદશાહ દારા જેવો માથે તાજ મળે છે, એટલે કે માથું ઊંચું રાખીને ડર રાખ્યા વગર સ્વમાનની જિંદગી જીવે છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)