જે માણસ ક્રોધ કરે છે તેને કદાપી રાહત મળતી નથી. (હદીસ બોધ)
બોધ વચન
ગઈકાલે તમે કયાં હતા તે મહત્ત્વનું નથી. આજે તમે ક્યાં છો તે પણ મહત્ત્વનું નથી, પણ આવતીકાલે તમે ક્યાં જવા માંગો છો તે જ અતિ મહત્ત્વનું છે. -સ્વામી વિવેકાનંદ
આજની આરસી
૭ ડિસેમ્બર શનિવાર ર૦૨૪
૪ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર સુદ છઠ્ઠ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૩
ખત્મે ઝવાલ ૧૨-૩૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
નિશાન-એ-રાહ દિખાતે થે જો સિતારોં કો,
તરસ ગએ હૈં કિસી મર્દ-એ-રાહદાં કે લીએ
દાયકાઓ પહેલાં લખેલા શેર આજે પણ પ્રસ્તુત છે. એક સમયે દુનિયાના ઘણા પ્રદેશો ઉપર જેમનું રાજ હતું, શિક્ષણ, તેહઝીબ, જીવનના દરેક ક્ષેત્રમાં અગ્રેસર હતા તે મુસલમાનોને હાલમાં સાચી દિશામાં દોરવણી કરનાર કોઈ રાહબર, લીડર નથી તેનો કવિ અફસોસ વ્યકત કરી રહ્યા છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)