ઝુલ્મ કરનાર, તેને મદદ કરનાર અને તેના ઝુલ્મથી રાજી થનાર એ ત્રણે સરખા ગુનેગાર છે. (હદીસ બોધ)
બોધ વચન
કલા માનવતાના પડછાયાથી વધારે બીજું કંઈ નથી. -ડબલ્યુ.એચ.ઓડેન
આજની આરસી
૧૩ ડિસેમ્બર શુક્રવાર ર૦૨૪
૧૦ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર સુદ તેરસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૭
ખત્મે ઝવાલ ૧૨-૩૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૬
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ઈકબાલ બડા ઉપદેશક હૈ, મન બાતોમેં મોહ લેતા હૈ,
ગુફતારકા ગાઝી તો બના, કિરદારકા ગાઝી ન બન સકા
રાજકીય, ધાર્મિક નેતાઓ પ્રજાને, અનુયાયીઓને સત્કર્મ કરવા જીવનમાં સારા રસ્તે ચાલવા, સદાચારી બનવા ઉપદેશો, ભાષણો (ગુફતાર) આપે છે, પરંતુ મોટાભાગના નેતાઓ તેમના જીવનમાં સત્કર્મ, સદાચારનો અમલ કરતા નથી. આ બાબત ચોરે ચર્ચાય પણ છે પણ પ્રજા, અનુયાયીમાં પણ તેમના આકાઓના માર્ગે જ ચાલે છે અને નૈતિકતા, હિંમત મરી પરવારી છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)