પિતા નારાજ થાય તો ખુદા નારાજ થાય. – હદીસ બોધ
બોધ વચન
સાચો પ્રયાસ ક્યારેય નિષ્ફળ જતો નથી. – વિલ્સન
આજની આરસી
૨૧ જાન્યુઆરી મંગળવાર ર૦૨૫
૨૦ રજબ હિજરી ૧૪૪૬
પોષ વદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૫૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૯
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
કોઈ કાબિલ હો તો હમ શાન-એ કઈ દેતે હૈં,
ઢૂંઢનેવાલોં કો દુનિયા ભી નઈ દેતે હૈં
અલ્લાહ તેના બંદાને કહે છે કે જો કોઈ કાબેલિયતવાળો માણસ હોય તો હું તેને અનેક ઈનામોથી નવાજું છું. ઊંચા સ્વપ્ના જોનારને સિદ્ધિઓ હાંસલ કરાવું છું. યુવાનો માટે સંદેશ છે કે તમે લક્ષ્ય નક્કી કરો, મહેનત કરો, અલ્લાહ જરૂર કામિયાબી આપશે. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)