International

હમાસ, ઈજિપ્તે કાયમ માટે રફાહ ક્રોસિંગ ખોલવા બાબતે ચર્ચા કરી

 

(એજન્સી) તા.૧૬
ગાઝાના આંતરિક મંત્રાલયે જણાવ્યું કે સોમવારે આ ઈજિપ્ત સરકારના સંપર્કમાં હતા જેથી રફાહ ક્રોસિંગને કાયમી રીતે ખોલવા પર ચર્ચા કરી શકાય. ગાઝાના આંતરિક મંત્રાલયના પ્રવક્તા ઈયાદ અલ-બજમે સત્તાવાર હમાસ-અલ-અક્સાને જણાવ્યું કે “માર્ચથી રફાહ ક્રોસિંગ આંશિક રીતે ચાલુ છે, જે પ્રવાસ કરનારા નાગરિકો માટે અડચણોનું પ્રતિનિધિત્વ કરે છે.” અલ-બજમે જણાવ્યું કે મંત્રાલય ઈજિપ્ત સરકારની સાથે સંપર્કમાં હતું. સુરક્ષા અને રોકથામના ઉપાયો મુજબ કાયમી રીતે ક્રોસિંગ ખોલવા માટે એક સૂત્ર પર સહમત થવા માટે મંત્રણા અત્યારે પણ ચાલી રહી હતી. પેલેસ્ટીન અધિકારીએ જણાવ્યું કે વિદેશમાં ફસાયેલા અન્ય લોકો ઉપરાંત ક્રોસિંગ ઓથોરિટી પાસે નોંધણી યાત્રા કરવાની તાત્કાલિક જરૂરત છે ૪૦૦૦થી વધુ મામલા છે. માર્ચમાં કોરોનાના પ્રકોપ પછીથી રોગના પ્રસારની આશંકામાં ઈજિપ્તના અધિકારીઓ દ્વારા રફાહ ક્રોસિંગને બંધ કરી દેવામાં આવ્યું છે. કાહિરાને કેટલાક અવસરો પર ક્રોસિંગને ખોલવાની સૂચના મળી હતી. જેમાં પેલેસ્ટીન નાગરિકોના પ્રત્યાવર્તન માટે પણ સામેલ હતા. સત્તાવાર આંકડાઓ મુજબ અત્યાર સુધી કુલ પપ૯પ૧ પેલેસ્ટીનીઓ વાયરસના શિકાર થયા છે. જેમાંથી ૪૮,૭૧૯ સ્વસ્થ થયા છે અને ૪પપ લોકોનાં મોત થયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સઉદી અરેબિયાએ ભાવિ રણ શહેર નેઓમયોજનાઓ, વિઝન ૨૦૩૦ને પાછી ખેંચી

    (એજન્સી) રિયાધ, તા.૧૨સઉદી અરેબિયાએ…
    Read more
    International

    ઇજિપ્ત, જોર્ડન, ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરી

    (એજન્સી) અમ્માન, તા.૧૨જોર્ડન, ઇજિપ્ત…
    Read more
    International

    ઈદની રજાના બીજા દિવસે ગાઝામાં તાજાઈઝરાયેલ હુમલામાં ૧૦ લોકોનાં મોત

    (એજન્સી) તા.૧રસ્થાનિક તબીબી સૂત્રોના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.