Ahmedabad

હવે આને કહેવાય ઠંડી : અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું

• નલિયામાં ૪.૩, ગાંધીનગરમાં ૬.૮, ડીસામાં ૭.૯ અને કેશોદમાં ૮.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું • આગામી બે દિવસ રહેશે કોલ્ડવેવની સ્થિતિ

અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં હાડ થીજવતી કાતિલ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલી રહ્યો છે. અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નજીક પહોંચતા સમગ્ર પ્રકૃતિ ઠંડીથી થરથરી ઊઠી છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. જ્યારે હજી પણ બેથી ત્રણ દિવસ ઠંડીમાં કોઈ રાહત મળે તેવું દેખાતું નથી. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન ૪.૩ ડિગ્રી નોંધાતા નલિયાવાસીઓ ધ્રૂજી ઊઠ્યા હતા. કચ્છમાં હજુ પણ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડા પવનોના જોરદાર આક્રમણ સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે જેના કારણે લોકો ત્રસ્ત થઈ ઊઠ્યા છે. જો કે, ગુરૂવારની તુલનામાં શુક્રવારે લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો, તેમ છતાં ઠંડીમાં કોઈ રાહત મળી નથી. ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી સાંજે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોમાં નજરે પડ્યા હતા, તો ઘરવિહોણા અને ફૂટપાથ પર રહેનારા લોકો તેમજ પશુ-પક્ષીઓની સ્થિતિ કફોડી બની છે. જ્યારે હજુ પણ બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેશે, તેવી આગાહી કરવામાં આવી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું ૪.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૬.૮, ડીસામાં ૭.૯, કેશોદમાં ૮.૩, કંડલા એરપોર્ટમાં ૯.૬, અમરેલીમાં ૯.૮, વલ્લભવિદ્યાનગરમાં ૯.૯, વલસાડમાં ૧૦.૦, વડોદરામાં ૧૦.૪, મહુવામાં ૧૦.૭, ભાવનગરમાં ૧૧.૦, રાજકોટમાં ૧૧.૧, અમદાવાદમાં ૧૧.ર અને સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન ૧૧.ર ડિગ્રી નોંધાયું હતું, આમ રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો ૧૦ ડિગ્રીની નજીક રહેતા લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.