National

હવે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં ૩૮૯ કરોડનું કૌભાંડ, સીબીઆઈએ ફરિયાદ નોંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડ બાદ હવે દિલ્હીની ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં પણ એક કૌભાંડ બહાર આવ્યું છે. દિલ્હીના હીરા કારોબારી દ્વારકા દાશ શેઠ ઈન્ટરનેશનલ લિમિટેડ પર ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં ૩૮૯.૮૫ કરોડનુ ંકૌભાંડ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ કથિત કૌભાંડના આરોપસર દ્વારકા દાસ ઈન્ટરનેશનલ લિમિટેડ પર કેસ દાખલ કર્યો છે.દ્વારકાદાસની કંપનીએ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન બેન્કમાંથી વિવિધ ધીરાણ મેળવ્યું હતું જે એક સમયે તો ૩૮૯ કરોડ પર પહોંચ્યું હતું. જાહેર ક્ષેત્રની બેન્કની ફરિયાદના છ મહિના પછી એજન્સીએ કંપનીના ડિરેક્ટરો સભ્ય શેઠ, રીતા શેઠ, કૃષ્ણ કુમાર સિંહ, રવિ સિંહ ની સામે કેસ દાખલ કર્યો છે. નીરવ મોદી આણી મંડળીએ પીએનબીમાં કૌભાંડ આચરવા માટે જે સહારો લીધો હતો તેવો જ સહારો દ્વારકાપ્રસાદ શેઠ લીધો હતો. સીબીઆઈની ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે દ્વારકાદાસ શેઠે બેન્કમાંથી ૩૮૯ કરોડની લોન લીધી હતી જે ભરપાઈ કરી નહોતી. નવાઈની વાત એ છે કે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે ૧૬ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ફરિયાદ દાખલ કરી હતી તેમ છતાં પણ સીબીઆઈએ ફરિયાદ દાખલ કરવા સાત મહિના જેટલો સમયગાળો લીધો. રિપોર્ટ અનુસાર, સભ્ય શેઠે કૌભાંડ આચરવા માટે એક ષડયંત્ર રચ્યું હતું. તેમાં ટ્રેડ ચાર્ટેડ બેન્કના નામનો ઉલ્લેખ છે જેણે વિદેશી કંપનીઓની વિનંતી વગર ેએલસી જારી કર્યું હતું. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે તેની ફરિયાદમાં કહ્યું કે દ્વારકાદાસ શેઠ પાસેથી લોન વસૂલવાના સાત પ્રયાસો કરવામાં આવ્યાં પરંતુ બધા નિષ્ફળ રહ્યાં હતા. બેન્કે દેવી જ્યુઅલ, મન્નત એફઝેડઈ તથા પ્લેટડાય ઈન્ટરનેશનલ જેવા કેટલાક ખરીદારોનો સંપર્ક સાધ્યો હતો. સીબીઆઈ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બેન્ક દ્વારા તપાસ કરવામાં આવતાં એવું માલૂમ પડ્યું કે દ્વારકાદાસની કંપની સોના અને બીજા અમૂલ્ય હીરા-ઝવેરાતની ખરીદીની સામે બીજા લેણદારોને પૈસા ચુકવવા લેટર ઓફ ક્રેડિટનો ઉપયોગ કરતી હતી.
૩૯૦ કરોડનું બેન્ક કૌભાંડ : રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર


(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીનાી એક ઝવેરી દ્વારા કરવામાં આવેલા કૌભાંડ પર વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં કહ્યું કે માલ્યા અને નીરવની જેમ આ પણ ફરાર થઈ ગયો છે જ્યારે સરકારનું ધ્યાન બીજે ક્યાંક હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી જનધન લૂંટ યોજના હેઠળ વધું એક કૌભાંડ. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે દિલ્હી સ્થિત એક ઝવેરી પર ૩૯૦ કરોડના કૌભાંડનો આક્ષેપ છે. રીતભાત નીરવ મોદી જેવી છે. નકલી એલઓયુ. રાહુલે કહ્યું કે ભવિષ્યવાણી કરી શકાય કે માલ્યા અને નીરવની જેમ આ પ્રમોટર પણ લાપત્તા બની ગયો છે જ્યારે સરકારનું ધ્યાન બીજે ક્યાંય હતું. કોંગ્રેસને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે સમય આવ્યો છે કે હવે દેશને કહેવામાં આવે કે દેશનું કેટલું નુકશાન થયું છે અને તેનો ફાયદો કોને થયો છે. તેમણે કહ્યું કે આગળ તપાસ થશે કે નહીં તેની ખબર નથી અને કેટલાક નુકશાનની વાત સામે આવશે. સિબ્બલે કહ્યું કે આજ સવારની ખબર છે કે વધુ એક વ્યક્તિએ ૩૯૦ કરોડનું કૌભાંડ કર્યું છે. તેનું નામ દ્વારકા દાસ શેઠ છે. તેમણે કહ્યું કે હું આજકાલ જોઈ છું કે ગતિવિધિઓનું કેન્દ્ર બદલીને હવે દૂબઈ થઈ ગયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.