રાજ્યમાં હાલ કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. બીજી તરફ રાત્રે નવ વાગ્યા બાદ અમદાવાદમાં કરફ્યુ લાગી જતો હોવાથી રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. આથી કરફ્યુ અને ઠંડીના કારણે રસ્તાઓ ભેંકાર ભાસી રહ્યા છે. આવા માહોલમાં પણ એક પ્રૌઢ સાઈકલ સવાર નોકરી પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટની ઝળહળતી રોશની તેમની મંઝિલને આસાન બનાવતી હતી.