કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ આજે જજ એસ.મુરલીધરની ટ્રાન્સફરની આલોચના કરતાં કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું જજ મુરલીધરની મધ્યરાત્રીએ કરાયેલ બદલી ફકત આંચકો આપનાર જ નથી પણ એ સાથે દુઃખદ અને શરમજનક પણ છે. લાખો ભારતીયોને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે પણ સરકાર ન્યાયને ગૂંગળાવી લોકોનો વિશ્વાસ ડગમગાવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, આ વખતે અમને બહાદૂર જજ લોયાની યાદ આવે છે જેમની બદલી કરાઈ ન હતી. દિલ્હી હાઈકોર્ટના જજ એસ.મુરલીધરની બદલી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરાઈ છે.