Crime Diary

હા, ગોલવલકરે ગાંધીને મારવાની ધમકી આપી હતી પણ આપણે સાવરકરનો રોલ ના ભૂલવો જોઈએ

અતીત – સુચેતા મહાજન

“કપૂર કમિશન પણ સંપૂર્ણપણે જણાવે છે કે આરએસએસ અને હિન્દુ મહાસભાએ ગાંધીને મારવા માટે એક યોજના ઘડી હતી.” નથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી, જ્યારે સાવરકરને પૂરતા પુરાવાના અભાવને કારણે છોડી દેવાયા હતા. પરંતુ કમિશન પાસે પુરાવા છે કે સાવરકર વાસ્તવિકતાને ગાંધીને મારવાના કાવતરામાં ભાગ હતો જે વ્યક્તિ આ કેસમાં સરકારી સાક્ષી હતી તેણે જણાવ્યું હતું કે સાવરકર આમાં સામેલ હતા. આ બાબત ઊંડી વિચારણા હેઠળ છે. કારણ કે તે સાક્ષી પાછળથી ફરી ગયા હતા પણ, તે યાદ રાખવું અગત્યનું છે કે RSS ગોડસેથી દૂર થઇ ગયું હતું છતાં હિન્દુ મહાસભા જેવી તેની હંમેશાની સાથી સંસ્થાઓ જે એ જ હિન્દુ જમણેરી કુટુંબનો ભાગ હતી. તેણે હંમેશાં સંબંધો જાળવી રાખ્યા. પ્રથમ એક સાંસ્કૃતિક પક્ષ હતો જ્યારે અન્ય રાજકીય પક્ષ હતો.

હું આં વિશિષ્ટ શીર્ષકવાળો લેખ જે કેચ દ્વારા પ્રકાશિત થયો છે તેમાં બે મુખ્ય બિંદુઓની ચર્ચા કરીને પુષ્ટિ કરવા માંગું છું : – ૧૯૪૭નો સીઆઇડી અહેવાલ જે જેમાં આરએસએસના વડા ગોલવલકરે ગાંધીને મારી નાખવાની ધમકી આપી.
પ્રથમ, તો આરએસએસના નેતૃત્વે જ હત્યા તરફ માર્ગ ફેરવ્યો હતો અને તેમની પાસે આવું કરવા માટે વિષય સાધન હતા. આ બાબતને આધાર આપવા માટે ઉપલબ્ધ અન્ય પુરાવા પણ છે. ગાંધીની હત્યા પછી, આ અંગે ઘણી તપાસ કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ જીવનલાલ કપૂર જે એક નિવૃત્ત જજ હતા તેઓની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય કમિશન (૧૯૫૭થી ૧૯૬૨ ઓફિસ), ૧૯૬૬માં સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૯માં તેના અહેવાલ પ્રકાશિત કર્યું. જેમાં સંપૂર્ણપણે જણાવ્યું હતું કે આરએસએસ અને હિન્દુ મહાસભાની ગાંધીને મારવા માટે એક યોજના હતી. આ અહેવાલમાં કાવતરામાં રજવાડી રાજ્યોની ભૂમિકા વિશે વાત થઇ છે. અલબત્ત, આરએસએસે પણ અમુક પ્રસંગોએ ગોલવલકરનો અસ્વીકાર કર્યો છે. તે હોંશિયાર રાજકારણ છે, જેમાં ખાસ કરીને તેમના ૧૯૩૯ના પુસ્તકથી તેઓ અલગ પડ્યા ‘‘અમે અથવા અમારી રાષ્ટ્રત્ત્વની વ્યાખ્યા” જેમાં તેમણે મુસ્લિમો વિશે દ્વેષી બાબત લખી અને નાઝી ઝુંબેશને ટેકો આપ્યો. આ ઉપરાંત અન્ય પુરાવામાં જસ્ટિસ જીવનલાલ કપૂર કમિશનના તારણો નીચેના પુસ્તકમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે. “આરએસએસ, સ્કૂલ ટેક્સ્ટ્‌સ, અને મહાત્મા ગાંધીની હત્યાઃ હિન્દુ સાંપ્રદાયિક પ્રોજેક્ટ” (સુચેતા મહાજન, મૃદુલા મુખરજી અને આદિત્ય મુખરજી દ્વારા લખાયેલ છે).
“સપ્ટેમ્બર ૧૯૪૭થી, RSSના નેતાઓએ જાહેરમાં ગાંધી અને નહેરૂને મૌન રહેવાની ધમકીઓ આપી હતી.
આ પુસ્તકમાં એકત્રિત સામગ્રી તે સ્પષ્ટ બનાવે છે કે “સપ્ટેમ્બર ૧૯૪૭થી, આરએસએસના નેતાઓએ જાહેરમાં ગાંધી અને નહેરૂને મૌન કરવાની ધમકીઓ આપી હતી. ફ્રન્ટલાઈન સાથેની એક મુલાકાતમાં ગોડસેના નાના ભાઇ, ગોપાલ ગોડસે એ જણાવ્યું હતું કે આરએસએસ અને સાવરકર કાવતરામાં સામેલ હતા તે સ્પષ્ટ છે. આ વાત તેમણે જેલમાંથી છૂટ્યા પછી તરત જ કરી હતી. તમારો લેખ જ્યારે ગોલવલકરનો ઉલ્લેખ કરે ત્યારે તે નિર્દેશ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે સાવરકર જ એક માત્ર માણસ છે, જે જાહેર જનતાની કલ્પનામાં “વીર” સાવરકરના વખાણ કરવામાં આવી રહ્યા છે હકીકતે તે ગાંધીના હત્યા પાછળનો માણસ હતો. લેખક જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી ખાતે આધુનિક ભારતીય ઇતિહાસમાં એક પ્રોફેસર છે.
(સૌ.ઃ કેચ ન્યુઝ.કોમ)

Related posts
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Crime Diary

ગૌમાંસ મુદ્દે ચાર-ચાર મુસ્લિમોની ઘાતકી હત્યા છતાં વડાપ્રધાન મોદીના મોઢામાંથી શા માટે નથી નીકળતું કે,મને મારો, મને ગોળીએ દો, મારા મુસ્લિમ ભાઈને નહીં !!

ઉત્તરપ્રદેશની ચૂંટણી માથે છે ત્યારે…
Read more
Crime Diary

દાદરી હત્યાકાંડ : અખલાકના પરિવાર વિરુદ્ધ એફઆઇઆરનું ષડયંત્ર રચવામાં આવ્યું છે ?

(એજન્સી) તા.૧૦અખલાક અને તેના પરિવાર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.