Gujarat

હિંમતનગરની મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : પતિ પોલીસ કસ્ટડીમાં

હિંમતનગર, તા.૧૦
હિંમતનગરના જૂના બજારમાં મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા અને બગીચા વિસ્તારમાં રહેતા એક યુવાને ઝઘડાખોર પત્નીથી કંટાળી જઈને પોતાના બનેવીને સાથે રાખી પત્નીની હત્યા કરી અઠવાડિયા અગાઉ તેની લાશ હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના સરવણા ગામની સીમમાં લઈ જઈ સળગાવી દીધી હતી. જે અંગે ગાંભાઈ અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી પત્નીની હત્યામાં સંડોવાયેલા પતિની અટકાયત કરી કસ્ટડીમાં મુકી દીધો છે. જ્યારે તેના બનેવીને પકડવા માટે પોલીસ રાજસ્થાનની વાટ પકડવાનું નક્કી કર્યું છે.
હિંમતનગરના જૂના બજારમાં વર્ષોથી મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા ભરત અશોકભાઈ સોની (ઉ.વ.૩ર)ના બનેવી કે જે રાજસ્થાનના બાડમેર ખાતે રહે છે જ્યાં તેમની પાડોશમાં રહેતી જુહી (ઉ.વ.ર૬) નામની મહિલાએ અગાઉ લગ્ન કર્યા હોવા છતાં અગમ્ય કારણોસર તેનું દામ્પત્ય જીવન સફળ ન રહેતા ભરતભાઈના બનેવી હંસરાજજી દુર્ગાદાસ સોની (ઉ.વ.૪૦)એ જુહીના લગ્ન હિંમતનગરના ભરતભાઈ સોની સાથે કરાવ્યા હતા.
જુહી જીદ્દી સ્વભાવની હોવાને કારણે ભરતભાઈ સાથે વારંવાર નાની-નાની બાબતોમાં ઝઘડા કરતી હતી. જેથી કંટાળીને ભરતભાઈ સોનીએ આ અંગે તેના બનેવી હંસરાજજી સોનીને વાત કરતા હંસરાજજી સાનેએ જુહીને પતાવી દેવા માટેનો કારસો રચ્યો હતો.
ત્યારબાદ ગત તા.૩-૧-ર૦૧૮ના રોજ જુહી ઘરેથી ગુમ થઈ હોવાની જાણવાજોગ અરજી હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખુદ ભરતભાઈ સોનીએ ફોટા સાથે આપી હતી. તો બીજી તરફ તા.૪-૧-ર૦૧૮ના રોજ ગાંભોઈ પાસેના સરવણાની સીમમાંથી અર્ધબળેલી હાલતમાં મહિલાની લાશ મળી હોવાનું ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયું હતું. જે આધારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસના પીએસઆઈએ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાત-દિવસ એક કરીને તપાસ હાથ ધરી બળેલી હાલતમાં મળી આવેલ મહિલાની લાશ અને ભરતભાઈ સોનીએ આપેલા ફોટા સાથે મિલાવી હતી. જો કે પોલીસે તપાસ દરમ્યાન મૃતક જુહીની બહેન અને મહારાષ્ટ્રના પૂનામાં રહેતી ઈન્દુબેન મહેતાએ આ લાશ જુહીની હોવાનું જણાવ્યું હતું. જે આધારે હિંમતનગર બી-ડિવિઝન એલસીબી તથા એસઓજીની ટીમે આ દિશામાં તપાસ તેજ બનાવીને કેટલીક મહત્ત્વની કડીઓ મેળવી લીધી હતી. ત્યારબાદ મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતા ભરતભાઈ સોનીને બોલાવી કડક પૂછપરછ કરતા તેણે જુહીની હત્યાનો અંજામ આપવા પોતાના બનેવીની મદદ લીધી હતી. ત્યારબાદ પોલીસે ભરતભાઈને પકડી પોલીસ કસ્ટડીમાં મુકી દીધો છે. જ્યારે ફરાર થઈ ગયેલા તેના બનેવી હંસરાજજી સોનીને પકડવાના ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.