હિંમતનગર,તા.૧૨
લોકસભા સત્રમાં સત્તા પક્ષને વિપક્ષની પજવણીથી પરેશાન સત્તા પક્ષે દેશ ભરના સંસદીય વિસ્તારોમાં પ્રતિક ઉપવાસના ધરણા યોજી વિરોધ દર્શાવ્યો. ત્યારે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ગુરૂવારે પ્રદેશ હોદ્દેદારો, સંસદ સભ્ય સહિત જિલ્લા ભાજપના આગેવાનો જોડાયા.
લોકાસાભાના ચાલુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ચાલુ ગૃહમાં હંગામો મચાવીને રોજ બરોજ સત્તા પક્ષને હેરાન કરવાની નીતિ થી આજે સમગ્ર ભારત ભરમાં સંસદીય વિસ્તારોમાં વિપક્ષની ભૂમિકાની માનસિકતા છતી કરવા સંસદસભ્યની આગેવાની હેઠળ પ્રતિક ઉપવાસ કરી ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રદેશ ભાજપના પ્રવક્તા આઈ કે.જાડેજા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, હિમતનગરના ધારાસભ્ય-રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહીત જિલ્લા ભાજપના સંઘઠના હોદ્દેદારો, પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા જે બધા મંડપ નીચે એર કુલરના ઠંડા પવન વચ્ચે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ટાવર ચોક ખાતે ધરણામાં જોડાયા હતા.