National

હૈદરાબાદમાં ચૂંટણીઓ દરમિયાન વિવાદિત ટિપ્પણીઓ થતા પોલીસે ભાષણો અંગે ચેતવણી આપી

 

(એજન્સી) હૈદરાબાદ,તા.૨૭
હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી અઠવાડિયે યોજાનાર ચૂંટણીઓ માટે પ્રચાર ચરમ સીમાએ છે એ દરમિયાન રાજકીય ભાષણો ઉપર નિગરાની રાખવામાં આવશે અને જો નફરત ફેલાવનાર જણાશે તો એની સામે કડક પગલા લેવાશે, તેલંગાણા પોલીસે આજે ચેતવણી આપી હતી.
ડી.જી.પી. મહેન્દ્ર રેડ્ડીએ કહ્યું કે,“અમને ચોક્કસ બાતમી છે કે અમુક તત્વો કોમી તંગદીલી ઊભી કરવા પ્રયાસો કરી રહ્યા છે. અમે ભાષણો ઉપર બારીકાઈથી નિગરાની રાખી રહ્યા છીએ. જે લોકો વાતાવરણ બગાડશે એમની સામે કાયદા હેઠળ પગલાં લેવાશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ નેતા દ્વારા વિવાદિત ટિપ્પણીઓ કરાયા પછી પોલીસે ચેતવણી બહાર પાડી છે. કોર્પોરેશનની ચૂંટણીઓ ૧લી ડિસેમ્બરે યોજાવાની છે.
પોલીસે જણાવ્યું છે કે અમે સમગ્ર તેલંગાણાની પોલીસ અહિયાં મુકવાના છીએ. જો તમને સોશ્યલ મીડિયા પર કંઈ પણ વાંધાજનક જણાય તો તરત પોલીસને સુચના આપો. અમે કોર્પોરેશનની ચૂંટણીઓમાં ૫૧૫૦૦ પોલીસો મુકવાના છીએ. ભાજપના બેન્ગાલુરુના સાંસદ તેજસ્વી સુર્યાએ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને એ.આઈ.એમ.આઈ.એમ.ના અસદુદ્દીન ઓવૈસી સામે અણછાજતી ટિપ્પણીઓ કરી હતી. જો કે ચૂંટણીઓમાં શહેરના મેયરની પણ ચૂંટણી થશે એ માટે પ્રચારમાં પાકિસ્તાન, મોહમ્મદ અલી જિન્નાહ, રોહિન્ગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી અને હિદુ-મુસ્લિમમાં ભાગલા પાડતા સંદેશાઓ વહેતા કરવામાં આવી રહ્યા છે.
તેજસ્વીએ ઓવૈસીને આજના મોહમ્મદઅલી જિન્નાહ તરીકે સંબોધ્યું જેઓ હૈદરાબાદને પાકિસ્તાનનું હૈદરાબાદ બનાવવા ઈચ્છતા હતા. એમણે કહ્યું કે ઓવૈસી કોણ છે ? એ જિન્હાનો નવો અવતાર છે. ભાજપને અપાયેલ તમારો દરેક મત ભારત, હિન્દુત્વ માટે છે જે દેશને મજબૂત બનાવી રહ્યું છે. ઓવૈસીને મત એ ભારત વિરુદ્ધ મત છે. એમણે કહ્યું કે હું ઓવૈસી ભાઈઓને કહેવા માંગું છું કે આ નિઝામનું સમય નથી, આ સમય હિંદુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદીનું છે. તમે અહિયાં કશું નથી. અન્ય ભાજપ નેતા બાંદી સંજયકુમારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે પાકિસ્તાનીઓ અને રોહિંગ્યાઓને જૂના હૈદરાબાદમાંથી હાંકી કાઢવા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. એમણે ઓવૈસી ઉપર જૂના હૈદરાબાદમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓના મતો ઉપર આધાર રાખવાના આક્ષેપો મુક્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.