International

હૌથી હુમલામાં યમનના પૂર્વ પ્રમુખ સાલેહનું મૃત્યુ

(એજન્સી) હૌથી, તા.પ
આજે સનામાં હૌથી લડાકુઓએ પૂર્વ યમની પ્રમુખ અલી અબ્દુલ્લાહ સાલેહના ઘર અને ઓફિસ પર બોમ્બમારો કર્યો હતો. જો કે, તેઓ ઘર કે ઓફિસમાં નહોતા પરંતુ જ્યારે તેઓ મારેબમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે તેમનું મોત નિપજ્યું હતું.
મીડિયાના સૂત્રો યમનના આંતરિક મંત્રાલય અને હૌથીઓએ સાલેહના મૃત્યુ અંગેની પુષ્ટિ કરી હતી, ત્યારબાદ તેમની સામાન્ય લોકોની કોંગ્રેસે પણ તેમના મૃત્યુ અંગેની પુષ્ટિ કરી હતી. એક વીડિયો ફૂટેજ પણ ત્યારબાદ ઓનલાઈન માધ્યમોમાં ફરતો થયો હતો, જેમાં પૂર્વ યમની પ્રમુખ જેવી જ લાગતી એક વ્યક્તિનો મૃતદેહ દર્શાવવામાં આવ્યો હતો, જેના માથાના ભાગે ઘણી જ ઈજાઓ થઈ હતી, જો કે આ ફૂટેજની ચકાસણી થઈ શકી નથી અને તેને પ્રકાશિત કરવા માટે તેમાં ઘણા ગ્રાફિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે સનાના આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર હૌથી લડાકુઓ અને સાલેહના દળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. હવે હૌથીએ જાહેર પણ કરી દીધું છે કે, તેણે સાલેહના દળોનો યમની રાજધાનીમાંથી સફાયો કરીને તેના પર વિજય મેળવી લીધો છે. તેમણે ઉમેર્યું કે, શહેરમાં સાલેહની હાજરીને નાબૂદ કરી દેવામાં આવી છે. અબ્દે રબ્બૂ મન્સૂર હાદીની આંતરરાષ્ટ્રીય સરકારનું સમર્થન મેળવી દેશ પર પુનઃ કબજો મેળવવા માટે તાજેતરના દિવસો સુધી સાલેહ અને હૌથીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. આ અથડામણોને પગલે ૧૦,૦૦૦થી પણ વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે દેશની કુલ વસ્તીના ૧૧ ટકા લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે.
ર૦૧૪ની થયેલી સિવિલ વોર બાદ યમન એક ગરીબ દેશમાં પરિણમ્યો હતો અને ત્યારથી લઈને રાજધાની સના સહિત સમગ્ર દેશ પર હૌથીઓએ જ રાજ કર્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.