National

૧૪ માર્ચે ભારત પાકિસ્તાન સાથે કરતારપુર કોરિડોર અંગે બેઠક કરવા તૈયાર

(એજન્સી) તા.ર૮
પુલવામા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઇ હતી. બંને દેશો છેક યુદ્ધની અણીએ પણ પહોંચી ગયા હતા અને એકબીજા પર હવાઈ હુમલા પણ કરી ચૂક્યા હતા ત્યારે આ તંગદિલી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારત આગામી ૧૪ માર્ચે પાકિસ્તાન સાથે કરતારપુર કોરિડોરને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરવા તૈયાર થઈ ગયું છે. સૂત્રોએ ગુરુવારે જણાવ્યું કે બંને પાડોશી દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર સંકટના વાદળો વચ્ચે આ બેઠક યોજાવા જઈ રહી છે જે મહત્ત્વપૂર્ણ છે. આગામી ૧૪ માર્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બેઠક યોજાશે. બંને દેશો તેમાં કરતારપુર કોરિડોર અંગે સહયોગ વિશે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલાને લીધે આ બેઠક પર સંકટના વાદળો ઘેરાયા હતા. પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી અને આ સંગઠન પાકિસ્તાનમાંથી સક્રિય થાય છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા અને આ કારણે ભારતભરમાં તંગદિલી વધી ગઇ હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારત હજુ પણ કરતારપુર મુદ્દે પાકિસ્તાન સાથે ચર્ચા અને બેઠક કરવા તૈયા રછે. પાકિસ્તાન તરફથી મંત્રણાનો પ્રસ્તાવ આવ્યો હતો અને ભારતે આ પ્રસ્તાવને સ્વીકારી પણ લીધો છે. આ પ્રસ્તાવિત કોરિડોરની મદદથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ગુરુદ્ધારા દરબાદ સાહિબમાં શીખ શ્રદ્ધાળુઓ યાત્રાએ જઈ શકશે. ગુરુનાનક સાહેબનું આ અંતિમ આશ્રયસ્થાન મનાય છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો તેના પર સંમત થયા હતા અને ગત વર્ષે નવેમ્બરમાં જ કરતારપુર કોરિડોરનો પાયો નાખ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.