Downtrodden

૧૮મી લોકસભામાં પ્રથમ વખત યુવા દલિતો સાંસદ બનીને પ્રવેશી રહ્યા છે

ભીમ આર્મીના વડા અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના સ્થાપક ચંદ્રશેખર આઝાદ, સમાજવાદી પાર્ટીના પ્રિયા સરોજ અને પુષ્પેન્દ્ર સરોજ તેમજ કોંગ્રેસના સંજના જાટવ ૧૮મી લોકસભામાં પ્રવેશ કરનારા યુવા દલિત સાંસદો છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
હિન્દુસ્તાન ટાઈમ્સમાં રાજકીય વૈજ્ઞાનિક ગિલ્સ વર્નિયર્સના વિશ્લેષણ મુજબ, લોકસભામાં હિન્દી હાર્ટલેન્ડમાંથી ઓબીસીનું પ્રતિનિધિત્વ ૧૭મી લોકસભામાં ૨૫.૭%થી વધીને ૧૮મી લોકસભામાં ૩૧% થયું છે. જીઝ્ર અને જી્‌ના પ્રતિનિધિત્વમાં માત્ર સરખામણીમાં થોડો વધારો નોંધાયો છે. જીઝ્રનું પ્રતિનિધિત્વ ૧૭.૩% થી વધીને ૧૭.૭% થયું છે જ્યારે જી્‌નું પ્રતિનિધિત્વ ૮%થી વધીને ૮.૦૪% થયું છે. રાષ્ટ્રીય સ્તરે,ર્ ંમ્ઝ્રનું પ્રતિનિધિત્વ ૨૦૧૯માં ૨૨.૮% થી વધીને ૨૦૨૪માં ૨૫.૪% થયું છે. હિન્દી હાર્ટલેન્ડની જેમ જીઝ્રનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સ્તરે માત્ર નજીવું વધ્યું, જે ૨૦૧૯માં ૧૫.૫%થી વધીને ૧૫.૮% થયું. જી્‌નું પ્રતિનિધિત્વ ૧૦.૧% જેટલું જ રહ્યું છે.
સંસદમાં પ્રવેશ કરનારા યુવા દલિત સાંસદો
ચંદ્રશેખર આઝાદ
૩૭ વર્ષીય આઝાદે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની નગીના સીટ પર ૧.૫ લાખથી વધુ મતોના માર્જિનથી શાનદાર જીત મેળવીને છે.
ધ વાયરને આપેલા એક ઇન્ટરવ્યુમાં આઝાદ સમાજ પાર્ટીની રચના કરતા પહેલા એક દાયકાથી વધુ સમય સુધી કાર્યકર્તા રહી ચૂકેલા આઝાદે કહ્યું કે, વિપક્ષોએ નહીં પણ દેશની જનતાએ ભાજપને હરાવ્યું છે. તેમણે કહ્યું, “દલિત મતદાર ખૂબ જ બુદ્ધિશાળી છે. હું માનું છું કે, તેઓ બંધારણ, તેની શક્તિ, આરક્ષણ અને સરકારની ફરજોને સારી રીતે સમજે છે. હવે પછાત સમુદાયોમાં ઘણી જાગૃતિ આવી છે. હું માનું છું કે, આ વખતે, દેશની જનતાએ આ ચૂંટણી લડી છે. દેશની જનતાએ આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે, તેમની નીતિઓ અને તેમના નિવેદનો અને તેમના ઘમંડને હરાવ્યો છે. જો કોઈ અન્ય પક્ષ ભવિષ્યમાં ફરીથી આવો પ્રયાસ કરશે, તેઓ પણ ભાજપ જેવું પરિણામ ભોગવશે.” ૨૦૨૨માં, તેમણે ગોરખપુરથી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડી હતી પરંતુ ચોથા સ્થાને રહ્યા હતા. આઝાદની જીત સહારનપુરમાં તેમના કાફલા પર ગોળી વાગી હતી. લાંબા સમયથી તળિયાના રાજકીય કાર્યકર તરીકે જાણીતા આઝાદે ૨૦૧૯માં નાગરિકતા સુધારા કાયદા વિરોધી વિરોધ દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો છે.
સંજના જાટવ
કોંગ્રેસના ૨૬ વર્ષીય સંજના જાટવ ૧૮મી લોકસભાના સૌથી યુવા સભ્યોમાંથી એક છે, તેણે રાજસ્થાનના ભરતપુરથી ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલીને હરાવીને ૫૧,૦૦૦થી વધુ મતોથી સામાન્ય ચૂંટણી જીતી છે.
તેણીની જીત ૨૦૨૩ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અલવરના કાઠુમારથી ભાજપના રમેશ ખીંચી સામે ૪૦૯ મતોથી હાર્યાના માંડ છ મહિના પછી આવી હતી. કાયદાના સ્નાતક આ યુવાન દલિત સાંસદે ધ હિંદુને કહ્યું કે, તેણી ધર્મ સંબંધિત હિંસાથી દુખી લોકોએ તેણીને પસંદ કરીને જીતાડી છે.” તેણીએ ઉમેર્યું, “મારા મતવિસ્તારમાં બેરોજગારી, આરોગ્યસંભાળ, દરેક વસ્તુ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.”
પ્રિયા સરોજ
સમાજવાદી પાર્ટીના ૨૫ વર્ષીય પ્રિયા સરોજે ઉત્તર પ્રદેશના મચ્છલીશહર મતવિસ્તારમાંથી જીત મેળવીને ભાજપના વર્તમાન સાંસદ બી.પી.સરોજને ૩૦,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા હતા. સરોજ ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન તેના પિતા તુફાની સરોજે જે મતદાર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું તે મતદાર ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવી છે. જ્યારે તે પ્રથમ વખત સંસદસભ્ય છે, ત્યારે તેણે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પ્રચારમાં તેના પિતાને મદદ કરી હતી.
“મેં હંમેશા કૉલેજ અને યુનિવર્સિટીમાં સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી છે. મારો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો છે. ૨૦૨૨માં મારા પિતાએ વિધાનસભાની ચૂંટણી લડી હતી. મેં ચૂંટણી દરમિયાન તેમના પ્રચારનું ધ્યાન રાખ્યું હતું. તેથી, મતદાન રાજકારણ મારા માટે નવું નથી હું લોકોના આશીર્વાદથી ચૂંટણી જીતી છું. એક સાંસદ તરીકે, હું યુવાઓ માટે રોજગારની તકો ઊભી કરવા માટે કામ કરીશ તેની સાથે જ હું મહિલા સશક્તિકરણ માટે પણ કામ કરીશ.”
પુષ્પેન્દ્ર સરોજ
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાંથી સમાજવાદી પાર્ટી દ્વારા મેદાનમાં ઉતરેલા ૨૫ વર્ષીય પુષ્પેન્દ્ર સરોજ પણ પ્રથમ ટર્મના સંસદસભ્ય છે.
સરોજે ભાજપના વર્તમાન સાંસદ વિનોદ કુમાર સોનકરને એક લાખથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
સોનકરે ૨૦૧૪ અને ૨૦૧૯ બંને લોકસભા ચૂંટણીમાં સીટ જીતી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં સોનકરે સરોજના પિતા ઈન્દ્રજીત સરોજને એ જ મતવિસ્તારમાંથી હરાવ્યા હતા.
તેમણે દ્ગડ્ઢ્‌ફને કહ્યું, “મારા પિતાએ ૨૦૧૯માં આ સીટ પર ચૂંટણી લડી હતી અને ભાજપના વિનોદકુમાર સોનકર સામે હારી ગયા હતા. આ વખતે ભાજપના ઉમેદવારે મને કહ્યું હતું કે, ‘મેં તમારા પિતાને હરાવ્યા હતા અને હવે હું તમને હરાવીશ.’ તે પછી કૌશામ્બીના લોકોએ તેમનો નિર્ણય મને મત આપીને જણાવી દીધો.
૨૦૨૪માં હું ૨૫ વર્ષનો થવાનો હોઈ, મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. હું અમારા પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યો. મારી સાથે વાત કર્યા પછી, તેઓને ખાતરી થઈ અને મને મારા પિતાની જગ્યાએ સીટ પરથી ચૂંટણી લડવાનું સૂચન કર્યું.”

Related posts
Downtrodden

ભરતપુરમાં દલિત યુવતીના લગ્નની જાનમાં લોકોએહોબાળો કર્યો, પથ્થરમારો કરી પોલીસ વાહનને નિશાન બનાવ્યું

(એજન્સી) તા.૧૪ભરતપુર જિલ્લાના ચીકસાના…
Read more
Downtrodden

હરિયાણામાં વાલ્મિકી સમુદાયનો રાજકીય બહિષ્કાર : દલિત નેતાઓની ૨૦૨૪ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પ્રતિનિધિત્વની માંગ

વાલ્મિકી સમુદાય હરિયાણામાં વંચિત…
Read more
Downtrodden

લખનઉમાં બળજબરીથી પેશાબ પીવડાવવાનો દલિત કિશોરનો આરોપ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧ગીલૌલા પોલીસ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.