Sports

૨૦૨૦ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ માટે ભારત યજમાન બનશે

નવીદિલ્હી-મિયામી,તા.૧૬
આગામી ૨૦૨૦માં યોજાનારા ફૂટબોલનાં ફીફા વર્લ્ડકપમાં ભારત અંડર – ૧૭ મહિલા ફૂટબોલની યજમાની કરશે. અમેરિકાના મિયામીમાં યોજાયેલી ફીફા કાઉન્સિલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફીફા વુમન્સ વર્લ્ડકપ કાઉન્સિલનાં ઓફિસિઅલ ટિ્‌વટર એકાઉન્ટ ઉપર પણ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ’’કન્ફર્મઃ ભારતીય ફૂટબોલ ૨૦૨૦ અંડર-૧૭ વુમન્સ ફૂટબોલ વર્લ્ડકપની ભારત યજમાની કરશે.’’
ફીફાની ભારતમાં આ બીજી ટૂર્નામેન્ટ છે. તેના પહેલાં ભારત ૨૦૧૭માં અંડર- ૧૭ પુરૂષ ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કરી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટના સફળ આયોજન પછી ફરીથી ભારત ઉપર ભરોસો રાખી ફીફા કાઉન્સિલે ફરીથી તક આપવાનો નિર્ણય કર્યો છે. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ(એઆઈએફએફ)નાં અધ્યક્ષ પ્રફુલ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે આ ઈવેન્ટને ખૂબ સફળ બનાવીશું. ટિ્‌વટ કરી તેમણે જણાવ્યું હતું કે, ’’ફીફી અંડાર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડકપ ૨૦૨૦ના આયોજનની જવાબદારી મળવી એ ખૂબ ગૌરવ અને સન્માનનીય બાબત છે.’’

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

    હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
    Read more
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.