National

૨૪ કલાકમાં કોરોનાના અધધ…૧૭ હજાર કેસ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
સમગ્ર દેશમાં અનલોક-૨ની તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં વધુ છૂટછાટ આપવાની શક્યતા વચ્ચે કોરોનારૂપી એક્સપ્રેસ થંભવાનું નામ ન લેતી હોય તેમ સતત વધતા કેસોમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો એક નવો રેકોર્ડ નોંધાયા છે. આજે ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં આંકડા પ્રમાણે, ભારતમાં ૧૭,૦૦૦ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાયા છે, પાછલા એક દિવસમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ ૧૫,૬૮૯ હતો. જેમાં વધુ ૧,૫૦૦ કેસ સાથે હવે નવો રેકોર્ડ નોંધાયો છે. તેની સાથે ગઇકાલે બુધવારે સતત બીજા દિવસે ૪૦૦થી વધારે એટલે કે ૪૨૨ લોકોનાં મોત પણ નોંધાયા છે. આ સાથે એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૧૭,૧૫૬ થયો છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો વધીને ૪.૭૩ લાખ એટલે કે પોણા પાંચ લાખની નજીક પહોંચી થયો છે, ચાર દિવસ પહેલા દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪ લાખ હતો. અને વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. દરમ્યાનમાં, મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં “કીલ કોરોના’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ કેસ અને ૨૦૮નાં મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાયેલા મોત ભારતમાં નોંધાયેલા કુલ આંકડાનો અડધા ભાગ જેટલો થાય છે. દિલ્હીમાં વધુ ૬૪નાં મોત થયા, જ્યારે તામિલનાડુ ૩૩ અને ગુજરાતમાં ૨૫નાં મોત નોંધાયા છે. કર્ણાટકમાં મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે, અહીં વધુ ૧૪નાં મોત નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. જો કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૧૨ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨,૭૧,૬૯૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધુ ૩,૮૯૦, દિલ્હીમાં ૩,૭૮૮, તામિલનાડુમાં ૨,૮૬૫ તેલંગાણામાં ૮૯૧, ઉત્તરપ્રદેશમાં ૭૦૦, ગુજરાતમાં ૫૭૨, આંધ્રપ્રદેશમાં ૪૯૭, હરિયાણામાં ૪૯૦, બંગાળમાં ૪૪૫ અને આસામમાં ૪૨૯ નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત કેસ ૪ લાખ ૭૩ હજાર૧૦૫ કેસ થઈ ગયા છે. જેમાંથી એક લાખ ૮૬ હજાર ૫૧૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં ૨ લાખ ૭૧ હજાર ૬૯૭ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. સાથે જ અત્યાર સુધી ૧૪,૮૯૪ દર્દીનાં મોત થયા છે. દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને હવે ૧ જુલાઇથી તેમાં વધુ છૂટછાટ આપવામાં આવશે ત્યારે દેખીતી રીતે જ કેસો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
તો બીજી તરફ ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨ લાખ ૭ હજાર ૮૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશમાં અત્યાર સુધી ૭૫ લાખ ૬૦ હજાર ૭૮૨ સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
આ પહેલા ૨૦ જૂને ૧૫ હજાર ૯૧૮ સંક્રમિત મળ્યા હતા.છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૩૮૯૦ સંક્રમિતોની પુષ્ટી કરાઈ હતી. દિલ્હીમાં ૩૭૮૮ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હવે અહીંયા ૭૦ હજાર ૩૯૦ દર્દી થઈ ગયા છે, જે મુંબઈ કરતા ૨ હજાર વધારે છે. રાહતની વાત છે કે દેશમાં કોરોનોનો રિકવરી રેટ ૬% વધીને ૫૬.૩૮% થઈ ગયો છે.
મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં “કીલ કોરોના’ અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ તમામ ઘરનો સર્વે કરવામાં આવશે. આ સાથે જ ભોપાલમાં બુધવારે ૧૮૭ કેસ સામે આવ્યા હતા. સાથે જ રાજભવનમાં વધુ ૮ કેસ પોઝિટિવ મળ્યા હતા. અહીંયા સતત ૩ દિવસથી સંક્રમિત મળી રહ્યા છે. રાજભવનમાં અત્યાર સુધી ૨૪ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે ૧૨૪૪૮ થઈ ગઈ છે.
બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૩ નવા કેસ આવ્યા છે. સિવાનમાં સૌથી વધારે ૩૯, પટના ૨૦, બેગુસરાયમાં ૧૬ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૮,૨૭૩ લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી ૫૫ લોકોનાં મોત થયા છે. ૬,૧૦૬ દર્દી સાજા પણ થયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.