National

૨૪ કલાકમાં સૌથી મોટા ઉછાળા બાદ કોરોના વાયરસના કેસો ૩૪૦૦ને પાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ ૧૩ લોકોના શનિવારે મૃત્યુ નીપજતા કુલ મૃત્યુઆંક વધીને ૯૧ થઈ ગયો છે અને દેશમાં કોરોના વારસથી સંક્રમણના આજે ૫૨૫ કેસો નોંધાતા સંક્રમિત લોકોની સંખ્યા ૩૪૦૦ને પાર થઇ ગઇ છે. માર્ચ મહિનામાં દક્ષિણ દિલ્હીમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હોવાથી કોવિડ-૧૯ના કેસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. કાર્યક્રમમાં ભાગ લેનારાઓમાંથી ઘણાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આજે સાંજે જણાવ્યું છે કે, દેશના ૧૭ રાજ્યોએ દિલ્હીના મરકઝ ખાતેના કાર્યક્રમ સાથે જોડાયેલા કેસોના અહેવાલો આપ્યા છે. સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯થી સંક્રમિત લોકોનો મૃત્યુઆંક ૬૧,૦૦૦ને પાર થઇ ગયો છે અને સંક્રમિત લોકોની સંખ્યા ૧૧ લાખને પાર થઇ ગઇ છે. અમેરિકામાં ગુરૂવારથી શુક્રવાર દરમિયાન કોવિડ-૧૯થી લગભગ ૧૫૦૦ લોકોનાં મોત થયા છે અને કુલ મૃત્યુઆંક ૭૦૦૦ને પાર થઇ ગયો છે.
ભારતમાં કોરોના વાયરસના કેસો અંગે મહત્ત્વના ઘટનાક્રમ
૧. સમગ્ર દેશના રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના કેસોમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. ગત શનિવારે કોવિડ-૧૯થી ૧૯નાં મોત થયા હતા અને સંક્રમણના ૯૦૦ કેસો નોંધાયા હતા. હવે એક સપ્તાહના સમયગાળામાં સંક્રમણના કેસો વધીને ૩૪૦૦ને પાર થઇ ગયા છે. દિલ્હીના મરકઝ સાથે સંકળાયેલા કેસોની સંખ્યા ૧૦૪૩ છે. મરકઝ કોરોના વાયરસ માટે દેશમાં સૌથી મોટું હોટસ્પોટ બની ગયું હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
૨. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ છે. રાજ્યમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં ૨૬ લોકોનો ભોગ લીધો છે અને શનિવારે વધુ ૪૭ કેસ નોંધાતા કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસોની સંખ્યા વધીને ૫૩૭ થઇ ગઇ છે. મહારાષ્ટ્ર પછી તમિળનાડુ બીજા ક્રમે છે. રાજ્યમાં આશરે ૧૦૦ નવા દર્દીઓ આવ્યા છે. તેમનામાંથી મોટાભાગના લોકોએ નિઝામુદ્દીન મરકઝની મુલાકાત લીધી હતી.
૩. ઉત્તર પ્રદેશ સરકારે કડક રાષ્ટ્રીય સુરક્ષા ધારા (એનએસએ) હેઠળ જમાતના કેટલાક સભ્યો સામે આરોપો મૂક્યા છે. ગાઝિયાબાદની હોસ્પિટલમાં નર્સો પર હુમલા અને તેમની સાથે ગેરવર્તન કરાયા બાદ આરોપો મૂકાયા છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જમાતના સભ્યોને માનવતાના દુશ્મનો ગણાવ્યા છે.
૪. એક સપ્તાહ બાદ સરકારે કોવિડ-૧૯ સામેની લડત માટે ૧૧ એમ્પાવર્ડ ગ્રુપ્સ બનાવ્યા છે. કોવિડ-૧૯ સામેની લડતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતા કરી હતી. બધા આવશ્યક મેડિકલ સાધનોની પુરતી ઉપલબ્તાની ખાતરી કરવાનો અધિકારીઓને પીએમ મોદીએ આદેશ આપ્યો છે.
૫. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ૧૪ હોટસ્પોટ ઓળખી પાડ્યા છે. આ હોટસ્પોટ ખાતે કોરોના વાયરસના કેસો ભારે સંખ્યામાં આવ્યા છે. આ હોટસ્પોટમાં ગુજરાતના અમદાવાદ, દિલ્હીનું દિલશાદ ગાર્ડન અને નિઝામુદ્દીન, યુપીમાં નોઇડા, રાજસ્થાનમાં ભીલવાડા, કેરળમાં કસરગોડ,પથાનમથિટ્ટા અને કન્નુર, મહારાષ્ટ્રમાં મુંબઇ, પુણે, યાવતમલ, મધ્યપ્રદેશમાં ઇન્દોર અને જબલપુર તેમ જ લદ્દાખનો સમાવેશ થાય છે.
૬. દિલ્હીની સરગંગા રામ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના પોઝિટિવ બે દર્દીઓના સંપર્ક આવ્યા બાદ હોસ્પિટલના ૧૦૮ આરોગ્ય અધિકારીઓને ક્વોરન્ટાઇન કરાયા છે.
૭. ભારતમાં કોવિડ-૧૯ સામેની લડત વચ્ચે મુંબઇની ધારાવી ઝુંપડપટ્ટીમાં કોવિડ-૧૯ના ૩ કેસો ભારે ચિંતાજનક બાબત છે. ધારાવીના પાંચ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ૧૦ લાખથી વધુ લોકો રહે છે.
૮. કોઇ પણ બીમારીથી પીડિત નથી એટલે કે સ્વસ્થ છે એવા લોકોને પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
૯. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રીજીવાર કોવિડ-૧૯ મહામારી અંગે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને નવસેરથી અપીલ કરી હતી. તેમણે રવિવારે રાત્રે ૯ વાગે ૯ મિનિટ માટે લાઇટ બંધ કરવા અને દિવા-મીણબત્તીઓ પ્રગટાવવાની લોકોને અપીલ કરી છે.
૧૦. વર્લ્ડ બેંકે વિશ્વના ૨૫ દેશો માટે ૧.૯ અબજ ડોલરની સહાયની મંજૂરી આપી છે. તેમાંથી મોટો ભાગ એટલે કે ૧ કરોડ ડોલર ભારતને મળશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.