National

૫૦૧ નવા મોત સાથે કોરોના મૃત્યુઆંક ૧,૩૩,૪૪૪ થયો

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૫,૨૦૯ કેસ, કુલ આંકડો ૯૧.૧૦ લાખને પાર

(એજન્સી) નવી દિલ્હી , તા.૨૧
દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ભલે ઘટી રહી હોય પરંતુ કેટલાંક રાજ્યોમાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોના કેસોનો કુલ આંકડો ૯૧ લાખને પાર થઈ ગયો છે, ભારત અમેરિકા બાદ સૌથી વધુ કેસોમાં બીજા નંબરે છે. ભારતમાં રોજનાં ૪૦-૪૫ હજાર કેસો સામે આવી રહ્યા છે જ્યારે કોરોનાથી રોજનાં ૫૦૦થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. જોકે રાહતની વાતએ છે કે, સાજા થયેલ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોજના ૪૫-૫૦ હજાર લોકો કોરોનાને માત આપી ઘરે જઈ રહ્યા છે. સતત બારમાં દિવસે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા પાંચ લાખથી નીચે રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે કોરોનાના કુલ કેસો ૯૧,૧૦,૦૬૪ થઈ ગયા છે જેમાંથી ૮૫,૩૭,૬૯૬ લોકોએ કોરોનાને માત આપી છે જ્યારે ૧,૩૩,૪૪૪ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૪,૩૮,૯૨૪ થઈ છે. રિકવરી રેટ ૯૩.૬૯ ટકા થઈ ગયો છે અને મૃત્યુ દર ૧.૪૬ ટકા પહોંચી ગયો છે. એક્ટિવ કેસ રેશિયો ૪.૮૫ ટકા સુધીનો છે. કોરોના વાયરસ ઇન્ફેક્શનની તપાસ માટે ભારતમાં અત્યાર સુધી આશરે ૧૩ કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે. ભારતમાં ૭ ઓગસ્ટે કોરોનાના કેસની સંખ્યા ૨૦ લાખને પાર થઇ ગઇ હતી. ૫ સપ્ટેમ્બરે કેસ ૪૦ લાખને પાર થઇ ગયા છે, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખનો આંકડો પાર થયો હતો. ૧૧ ઓક્ટોબરે ભારતમાં ૭૦ લાખ કેસ હતા અને ૨૮ ઓક્ટોબરે કેસની સંખ્યા ૮૦ લાખને પાર થઇ ગઇ હતી.
ભારતમાં કેસોની સંખ્યા ૮૦ લાખથી ૯૦ લાખ પહોચવામાં આશરે ૨૨થી ૨૩ દિવસનો સમય લાગ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં રોજ ઘટાડો નોંધાતો રહ્યો છે. ૧ ઓક્ટોબરે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૯ લાખ ૪૦ હજાર ૭૦૫ હતી, જે ૨૦ નવેમ્બરે ૪ લાખ ૪૩ હજાર ૭૯૪ સુધી આવી ગઇ છે. એક જ મહિનાની અંદર ભારતના એક્ટિવ કેસ આશરે પાંચ લાખ સુધી ઓછા થઇ ગયા છે. એક પોઝિટિવ વાત આ પણ છે કે ગત ૪૭ દિવસમાં રોજના નવા કેસના મુકાબલે, રિકવરી કેસ વધુ આવ્યા છે.
દેશમાં અમદાવાદ અને દિલ્હીમાં કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના ૫ હજારથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં ફરી ૩૦૦થી વધુ રોજના કેસ સામે આવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.