International

૯ મહિનામાં ૧પ૦૦થી વધુ યમની મૃત્યુ પામ્યા, ઘાયલ થયા : સંયુક્ત રાષ્ટ્ર

 

(એજન્સી) તા.૧૨
ર૦ર૦ના પ્રથમ નવ મહિના દરમિયાન યમનમાં ૧પ૦૦થી વધુ નાગરિક મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા. કાલે યમન માટે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (યુએનએચસીઆર)એ જાહેરાત કરી. યુએનએચસીઆર કાર્યાલયે ટ્‌વીટર પર જણાવ્યું કે, “જાન્યુઆરીથી સપ્ટેમ્બર ર૦ર૦ સુધી યમનમાં ૧પ૦૮ નાગરિક મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા.” માનવીય સંગઠને જણાવ્યું કે, પીડિતોમાં ૪ર ટકા મહિલાઓ અને બાળકો હતા. સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ મુજબ ર૦ર૦ની શરૂઆતથી ૩૧ ઓકટોબર સુધી યમનના હોર્ન ઓફ આફ્રિકાથી કુલ ૩૪,૧૬૦ પ્રવાસી પહોંચ્યા. ર૦૧૪ પછીથી યમન સંઘર્ષમાં બંધ થઈ ગયું. જ્યારે હોથિયોએ સના રાજધાની અને પછી દેશના વધુ પડતા ભાગોને જપ્ત કરી લીધા. માર્ચ ર૦૧પમાં લડાઈ વધી ગઈ. જ્યારે સઉદીના નેતૃત્વવાળા ગઠબંધને રાષ્ટ્રપતિ અબ્દુલ રબ્બુ મંસુર હાદીની સરકારને ફરી સ્થાપિત કરવા માટે હસ્તક્ષેપ કર્યો. સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ મુજબ સંઘર્ષ શરૂ થયા પછીથી મૃત્યુ પામેલા કુલ ૧,૧ર,૦૦૦ યમનીઓમાંથી અનેક બાળકો અને મહિલાઓ સહિત છ વર્ષના લાંબા યુદ્ધમાં ૧ર,૦૦૦ નાગરિક મૃત્યુ પામ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.