અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળાના શિક્ષકે ઓનલાઈન ક્લાસના ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરતાં હોબાળો

 

અંકલેશ્વર, તા.૨
અંકલેશ્વર તાલુકામાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાનાં શિક્ષકે શાળાના ઓનલાઈન ક્લાસના વ્હોટ્‌સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હોબાળો મચી ગયો હતો. અનેક વાલીઓ, વિદ્યાર્થીઓએ આ પ્રકારનો અશ્લીલ ફોટો ગ્રુપમાં વાયરલ થતાં શરમની લાગણી પણ અનુભવી હતી તેમજ લોકડાઉનનાં સમય બાદ શાળાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન પ્રક્રિયાથી ચાલતો હોય જેમાં વિવિધ વોટસએપ ગ્રુપ બનાવી હોમવર્ક આપવામાં આવતું હોય છે.
અંકલેશ્વરમાં પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના રાકેશ ચોબે નામનાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે બનાવવામાં આવેલા ગ્રુપમાં અશ્લીલ ફોટો મૂકતા વિદ્યાર્થી અને વાલીઓમાં એક તરફથી ભારે ફિટકારની લાગણી વર્ષી રહી છે તો વિદ્યાર્થીઓએ અને વાલીઓના મુખે એવું પણ ચર્ચાઇ છે કે શિક્ષક એટલે સમાજ જીવનના ઘડતરનું કાર્ય કરે છે પરંતુ આજે ઓનલાઈન અભ્યાસનાં ગ્રુપમાં બનેલ આ ઘટનાથી ઉશ્કેરાયેલ વાલીઓએ સરસ્વતી વિદ્યામંદિર શાળાએ જઈ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ અભ્યાસનાં ગ્રુપમાં ફોટો વાયરલ કરનાર શિક્ષકને મેથીપાક ચખાડયો હતો. અભ્યાસક્રમનાં ગ્રુપમાં અશ્લીલ ફોટો શેર કરનાર શિક્ષકની અંકલેશ્વરની ય્ૈંડ્ઢઝ્ર પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, સમગ્ર દેશમાં લોકડાઉનનાં સમય બાદ તમામ શાળાઓ દ્વારા વોટસએપ ગ્રુપ બનાવીને તેમાં નિયમિત અભ્યાસક્રમ મોકલવામાં આવતો હતો આજે ભરૂચ જિલ્લામાં બનેલી આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન અભ્યાસક્રમથી વિમુખ બન્યા છે અને જણાવે છે કે આના કરતાં તો બાળકોને શાળાએ મોકલવા સારૂં રહેશે. અભ્યાસનાં ગ્રુપમાં આ પ્રકારનાં અશોભનીય અશ્લીલ ફોટો વાયરલ કરનાર શિક્ષક પર તો ફિટકાર વર્ષી રહ્યો છે પરંતુ આ ઘટના બાદ તમામ વાલી દ્વારા આગામી સમયમાં આ પ્રકારનાં ઓનલાઈન શિક્ષણથી ચેતવું જોઈએ તેવી પણ ચર્ચાઓ ચોમેર વાલીઓના મુખે ચર્ચાઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks