અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાંથી કેમિકલ ભરેલી બેગો જમીનમાં દાટેલી મળી આવી

અંકલેશ્વર, તા.ર૮
અંક્લેશ્વર તાલુકાના વિવિધ ગામોમાંથી ગૌચર જમીનો તથા સીમમાંં અવારનવાર કેમીકલ વેસ્ટ ઠાલવવાનો કારસો ઝડપાયો છે જો કે આ કેમીક્લ વેસ્ટ ઠાલવવાનો ખતરનાક ખેલ હજુ પણ બંધ થવાનું નામ લેતો નથી.
અંક્લેશ્વર તાલુકાના બાકરોલ ગામની હાઇવેની નજીક સીમમાં કોઇક અજાણ્યા ઇસમો દ્વારા કેમીકલ યુક્ત બેગો જમીનમાં ડાટેલી મળી આવતા એક જાગૃત નાગરીક અંકુર પટેલને જાણ થતા તેઓએ અત્રેની જી.પી.સી.બી. કચેરીને જાણ કરતા જી.પી.સી.બી.ની ટીમ સ્થળ પર પહોચી તેઓએ કેમીકલના સેમ્પલ લીધા હતા.
બાકરોલ ગામની સીમમાં આવેલ રામનગરમાં છેલ્લા ૩ વર્ષથી ૮ જેટલા કલરયુક્ત પાણી બોરમાંથી નિકળે છે જેને જવાબદાર ઇસમો શોધવામાં જી.પી.સી.બી. ને તેમજ તેઓની વિજીલંસ ટીમને હજુ સુધી સફળતા મળી શકી નથી અને રામનગરનાં લોકોને કોઇ જ પ્રકારની રાહત આજદીન સુધી મળી નથી.
જોકે તાલુકા નવાગામ કરારવેલ, દઢાલ, ઉછલી, કોસમડી, ખરોડ, સારંગપુરની ખુલ્લી જગ્યાઓ માંથી મોટા પ્રમાણમાં કેમીકલયુક્ત બેગો અગાઉ પણ મળી આવી છે અને તેના કારણે આજુબાજુના ભુગર્ભ જળ ખરાબ થઇ રહયા છે
અંકુર પટેલે જણાવ્યુ હતુ કે આવનાર દિવસોમાં બાકરોલ ગામની આજુબાજુ આવેલ તમામ કેમીકલ તેમજ કચરાના ગોડાઉનની તપાસ કરીશુ અને યોગ્ય પગલા ભરીશુ.
આ મામલે જી.પી.સી.બી. કડક પગલા ભરે એવી લોક માંગ ઉઠવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks