અંકલેશ્વરના સોલારવાડ સહિતના વિસ્તારોમાં મેલેરિયા-ચીકન ગુનિયાના વાવડ

અંકલેશ્વર, ૨
અંકલેશ્વર શહેરમાં આવેલ સેલારવાડ સહિતના વિસ્તારોમાં મેલેરિયા અને ચીકન ગુનિયાના વાવડ જોવા મળી રહ્યો છે. ૨૫થી વધુ કેસ નોધાતા પાલિકા તંત્ર સામે રહીશોમાં રોષ ફેલાયો છે. મચ્છરો અને માખીના ઉપદ્રવ વચ્ચે પાણીજન્ય રોગોનો ઉથલો માર્યો છે. જેને લઇ ખાનગી દવાખાનામાં દર્દીઓની ઉભરાતી ભીડ જોવા મળી રહી છે.
અંકલેશ્વરમાં વરસાદના વિરામ બાદ જાણે રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં આવેલ સેલારવાડ સહિતના વિસ્તારોમાં ચીકન ગુનિયાના ૨૫ જેટલા કેસ નોધાતા આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું હતું. સેલારવાડ વિસ્તારમાં ઘરે ઘરે ચીકન ગુનિયાના કેસ જોવા મળી રહ્યા છે. રોગચાળાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થયો છે ત્યારે નગર પાલિકા તંત્ર નિદ્રાધીન જણાઈ રહ્યું છે. તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ સફાઈ કરાવે અને પાવડરનો છંટકાવ કરાવે એવી માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત વિવિધ સ્લમ વિસ્તાર તેમજ ઢેડીયા તળાવ ઉભરાય બાદ પ્રભાવિત બનેલ મોદી નગર વિસ્તારમાં પણ રોગચારાએ ભરડો લીધો છે. અહીં મચ્છરોના કારણે મેલેરિયા તેમજ પ્લેટ લેટ કાઉન્ટ ઓછા થતા લોકો ડેન્ગ્યુના રોગના લક્ષણો જોવા મળ્યા છે. ડેંગ્યુના દર્દીઓ નોંધાયા નથી તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારો પાણીજન્ય રોગોના દર્દીમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇ ખાનગી દવાખાના તેમજ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks