અંકલેશ્વરની એસ.પી.સી. લાઈફ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ થતાં એકનું મોત

અંકલેશ્વર, તા.૧૪
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એસ.પી.સી લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન રીએક્ટરમાં અચાનક ધડાકો થતાં કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. રીએક્ટર પાસે કામ કરી રહેલા સારંગપુરની મંગલ દીપ સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય મંગલ ઝારૂં મંડલને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય એક કામદાર સચવિન્દ્રરને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કંપની સંચાલકોએ આ અંગેની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા જો કે આગની ઘટના બનવા પામી ન હતી. આ ઘટનાના પગલે જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી મંગલ મંડલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks