અંકલેશ્વરની સરગમ હોસ્પિટલ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત

 

(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૭
અંકલેશ્વરના સરગમ કોમ્પલેક્ષ ખાતે આવેલ સુવિધા સભર કોવિડ-૧૯ સરગમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો ૧૫ ઓગસ્ટના દિને પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ પાસે આવેલ સરગમ કોમ્પલેક્ષમાં સરગમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના રોજ પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો છે, આ હોસ્પિટલ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ભરૂચ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ કામગીરી કરશે, તેમજ હોસ્પિટલમાં ૩ વેન્ટિલેટર, ૪ બાયપેપ તેમજ સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવીક્સ, સરગમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ભરૂચ જિલ્લાના નાગરિકો માટે વરદાનરૂપ સાબિત થશે અને જિલ્લાના દર્દીઓને વડોદરા અને સુરત જતા અટકશે તેવું હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks