અંકલેશ્વરમાંથી એટીએસનો નકલી પોલીસમેન ઝડપાયો

અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બોગસ છ્‌જી પોલીસ ઇન્સપેક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઇસમ ભૂતકાળમાં પણ બહુરૂપી બનીને લોકોને છેતરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમડી ગામમાં સંસ્કાર ધામ સોસાયટીના મકાન નં. ૧૮૭ રહેતો વિજય રાજેન્દ્ર રણસીંગ પોતે ATSમાં પોલીસ ઇન્સ્પેકટર હોવાનો રૂઆબ કરી લોકોને છેતરતો મૂળ મહારાષ્ટ્રનો રહીશ છે. તાજેતરમાં એક સામાજિક કાર્યક્રમમાં વિનયકુમાર આર. સાઠમના બોગસ નામે મુખ્ય અતિથિ તરીકે ગયો હતો. આ બોગસ પોલીસ ઇન્સ્પેકટર નકલી રિવોલ્વર પણ ટાંગતો હતો અને પોલીસ યુનિફોર્મ પણ પહેર્યો હતો. જે અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાર્યક્રમ સ્થળે પહોંચી ગઈ હતી અને આ ઠગ પાસે આઈ.ડી. કાર્ડ માંગ્યું હતું પરંતુ તે કોઈ જ પોલીસ હોવાના દસ્તાવેજો બતાવી શક્યો નહોતો. આથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ નકલી પોલીસ બનીને તેણે ભૂતકાળમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં કડક પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન મળતી માહિતી પ્રમાણે ભૂતકાળમાં તેણે મહારાષ્ટ્રના કનકવલી વિસ્તારમાં શિક્ષણ સચિવ તરીકે અને ભંડારા જિલ્લામાં મહિલા બાળ વિકાસ અધિકારી તરીકે ઓળખ આપી લોકોને છેતર્યા હતા. જીઆઇડીસી પોલીસે તેની ધરપકડ કરી હજુ પણ વધુ પૂછપરછ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks