(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૨
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ૪૮ ઉપર આજરોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં પાંચ લોકોને નાની-મોટી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અંકલેશ્વરથી ભરૂચથી તરફ આવી રહેલો પીકઅપ વાન નંબર ૮૭૨૨નો ચાલક કોઈ કંપનીનો માલ-સામાન ભરીને આવી રહ્યો હતો. તેવામાં મુલદ નજીકથી પસાર થતાં ભારે પવનના કારણે પીકઅપમાં ભરેલો સામાન હવામાં ઉડીને રસ્તા ઉપર પડ્યો હતો. બાદમાં પીકઅપ ચાલકે હાઈવે ઉપર પહેલાં ટ્રેકમાં જ પોતાની પીકઅપ ઊભી રાખી દીધી હતી. દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા એક કાર નંબર જીજે-૦૫- સીપી-૯૭૬૬ના ચાલક આ ઘટનાથી અજાણ હતો. દરમિયાન એક કન્ટેનરની ઓવરટેઈક કરવા જતાં પીકઅપમાં ભટકાવાની સાથે કન્ટેનર સાથે પણ કાર ઘસડાયી હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.