અંજની ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઈલના કારખાનામાં લાગેલી ભીષણ આગ

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૬
અમરોલી-સાયણ રોડ પર આવેલી અજની ઇન્ડસ્ટ્રીના એક ટેક્સટાઈલના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી છે. કારખાનાની બિલ્ડીંગનો આખો ત્રીજા માળ આગની લપેટમાં આવી જતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા કોસાડ અને કતારગામની ફાયર વિભાગની ગાડીઓ પણ પહોંચી છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયો હતો. લગભગ પાંચ કલાક બાદ આગ પર કાબુ મેળ્યો હતો.આગને કારણે તમામ માલ સામાન બળીને ખાક થઇ ગયુ હતું. સુરતથી અંદાજે ૨૦ કિલોમીટર દૂર આવેલાં અમરોલી-સાયણ રોડ અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંના ટેક્સટાઈલના એક યુનિટમાં મંગળવારે વહેલી સવારે સાત વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.ટેક્સ્ટાઇલ યુનિટના ત્રીજા માળે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા છવાયાં હતાં. આગને કારણે આજુબાજુના વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ સુરતથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.ફાયર બ્રિગેડની ટીમ અત્યારે આગળ ઓલવવાનું કામ શરૂ કરી હતી. ફાયરની ૧૨થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. કારીગર વર્ગ મોટી સંખ્યામાં વતન હોવાથી ઔદ્યોગિક વસાહતોમાં ચહલ-પહલ અત્યારે ખૂબ જ ઓછી છે. આગ લાગ્યાની જાણ થતાં કારખાનેદારો પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. ત્યારે કારખાનામાં રહેલા ગ્રે કાપડ અને યાર્નને બહાર કાઢવા માટે આસપાસના કારખાનાના કારગીરો અને કારખાનેદારો મદદે આવ્યા છે. એક તરફ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાય શરૂ કર્યુ હતું, જ્યારે બીજી તરફ કાપડનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે લગભગ પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળ્યો હતો. આગને કારણે તમામ માલ સામન બળીને ખાક થઇ ગયો હતો. કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks