અક્ષય વેંકટેશ કોણ છે ? ભારતીય મૂળના ગણિતશાસ્ત્રી કે જેણે આ વર્ષે ‘ગણિતમાં નોબેલ પુરસ્કાર’ જીત્યો

તા.ર
વિખ્યાત ભારતીય-ઓસ્ટ્રેલિયન ગણિતજ્ઞ અક્ષય વેન્કટેશ સહિત ચાર વિજેતાઓને ગણિતના વિશિષ્ટ ફિલ્ડસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ગણિતના ક્ષેત્રમાં આને નોબેલ પુરસ્કારની સમકક્ષ માનવામાં આવે છે. દર ચાર વર્ષે ફિલ્ડ્‌સ મેડલ ૪૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા સૌથી મહાન ગણિતશાસ્ત્રીને આપવામાં આવે છે. સ્ટેનફોર્ડમાં વિશ્વવિદ્યાલયમાં ભણી રહેલા અને નવી દિલ્હીમાં જન્મેલા વેન્કટેશને ગણિત વિષયમાં વિશિષ્ટ યોગદાન માટે ફિલ્ડ્‌સ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. રિઓ ડી જેનેરિયોમાં ગણિતશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં મેડલ માટે તેમના યોગદાનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. ત્રણ અન્ય વિજેતાઓમાં કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયમાં ઈરાની-કુર્દ મૂળના પ્રોફેસર કૌચર બિરકર, બોન વિશ્વવિદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કરતા પીટર સ્કૂલ્ઝ અને ઇટીએચ જ્યૂરિખના ઇતાલવી ગણિતજ્ઞ એલિસો ફિગેલીનો સમાવેશ થાય છે. દરેક વિજેતાને ૧૫,૦૦૦ કેનેડિયન ડોલર પુરસ્કારમાં આપવામાં આવ્યા છે. દર વખતે ઓછામાં ઓછા ૨ અથવા વધુમાં વધુ ૪ લોકોને પુરસ્કારથી સમ્માનિત કરવામા આવે છે. અક્ષય વેન્કટેશ હ્લૈીઙ્મઙ્ઘજ દ્બીઙ્ઘટ્ઠઙ્મ જીતવાવાળા ભારતીય મૂળના બીજા શખ્સ છે. આ અગાઉ ૨૦૧૪માં મંજુલ ભાર્ગવે આ પુરસ્કાર જીત્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks