અક્ષરધામ હુમલા કેસના આરોપી અબ્દુર્રશીદ અજમેરી જામીન પર મુક્ત

અમદાવાદ, તા.૧૬
અક્ષરધામ મંદિર હુમલા કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્દોષ મુક્ત કરેલા અબ્દુર્રશીદ અજમેરીની ગત તા.૪/૧૧/૧૭ના રોજ ક્રાઈમ બ્રાંચે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કર્યા બાદ ગતરોજ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.ગત તા.૪/૧૧/ર૦૧૭ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ક્રાઈમ બ્રાંચે અક્ષરધામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટથી નિર્દોષ થયેલ આદમ અજમેરીના ભાઈ અબ્દુર્રશીદ અજમેરીની ધરપકડ કરી હતી. આદમ અને તેનાં ભાઈ અબ્દુર્રશીદ અજમેરી પર સાઉદી અરબ ખાતે અક્ષરધામ મંદિર પર હુમલાના ષડયંત્રનો આક્ષેપ હતો. જેને સુપ્રીમ કોર્ટે સદંતર નકારી તા.૧૬/પ/ર૦૧૪ના રોજ તમામ આરોપીઓને બિલકુલ નિર્દોષ મુક્ત કર્યા હતા. અક્ષરધામ કેસની ચાર્જશીટમાં અબ્દુર્રશીદ અને અન્ય રપને ભાગેડું દર્શાવ્યા હતા. જે પૈકી અબ્દુર્રશીદ ગત તા.૪/૧૧/૧૭ના રોજ હાજર થતાં એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના વતી જમીઅતે ઉલમા એ મહારાષ્ટ્ર (મો.અરશદ મદની)નાં લિગલ સેલનાં સેક્રેટરી ગુલઝાર આઝમીએ એડવોકેટ ઈલ્યાસખાન પઠાણને નિયુક્ત કર્યા હતા. બચાવ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસના આરોપીઓ વિરૂદ્ધના તમામ પુરાવા અને શાહેદોને અગાઉ સુપ્રીમ કોર્ટે ફગાવી દઈ તમામને નિર્દોષ મુક્ત કર્યા છે તેથી આ આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ. કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી અબ્દુર્રશીદ અજમેરીને રપ,૦૦૦ના સોલવન્સી જામીન પર મુક્ત કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks