અગ્નિકાંડનો ભોગ બનેલ પબના બે સહભાગીદારો સામે લુકઆઉટ નોટિસો બહાર પાડી

(એજન્સી) મુંબઈ, તા.૩૦
લોઅર પરેલ વિસ્તારમાં કમલામીલ કંપાઉન્ડમાં આવેલ હોટલમાં લાગેલ આગમાં ૧૪ લોકો ભડથું થઈ ગયા હતા. આ હોટલના બે ભાગીદારોને પકડવા માટે પોલીસે લુકઆઉટ નોટિસો જાહેર કરી છે. પોલીસે કહ્યું કે તેઓ બીજા આરોપીઓ સામે આવી નોટિસો કાઢવાની તૈયારી કરી રહ્યા છીએ. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે હિતેશ સંઘવી અને જીગર સંઘવી સામે લુકઆઉટ નોટિસો મોકલાઈ છે. જે પબના સહભાગીદારો હતા. પોલીસે કહ્યું કે સંઘવી ભાઈઓ સહિત બીજા સહભાગીદાર અભિજીત માન્કા સામે હત્યાના ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કરાયો છે. પબમાં બર્થડે પાર્ટી દરમિયાન લાગેલી આગમાં ૧૪ લોકોનાં મોત થયાં છે. જ્યારે ર૧ને ઈજાઓ થઈ છે. ર૯ વર્ષની મહિલા ખુશ્બુ બંસાલીની બર્થડે પાર્ટી હતી તે પણ મોતને ભેટી હતી. કેટલાક લોકો સલામત બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક બાથરૂમમાં ભરાઈ જતાં ધુમાડાની ગુંગળામણથી મોતને ભેટ્યા હતા. ૧૧ મહિલાઓના ધુમાડાથી મોત થયાં હતાં. પબના માલિકોનું કહેવું છે કે તેમની પાસે સેફ્ટીના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks