(એજન્સી) તા.ર૯
મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે રેલવે બોર્ડને પત્ર લખી જણાવ્યું હતું કે રાજયમાં સ્વાસ્થ્ય અંગેના બધા દિશા-નિર્દેશો સાથે મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરી શકાય તેમ છે. રેલવે બોર્ડના ચેરમેનને લખવામાં આવેલા પત્રમાં રાજયના ગૃહસચિવ અલાપાન બંદોપાધ્યાયે કહ્યું હતું કે તમારા ધ્યાનમાં આ વાત લાવવામાં આવે છે કે રાજય સરકાર બંગાળમાં મર્યાદિત પ્રમાણમાં મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવાના પક્ષમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે કહ્યું હતું કે તેમની સરકાર ૧ સપ્ટેમ્બરથી ચોથા ભાગની સબઅર્બન ટ્રેનો અને સંપૂર્ણ મેટ્રો સેવાઓ ચાલુ કરવા માંગે છે.
Facebook
0
Twitter
0