પણજી, તા.ર૩
જાણીતા ફિલ્મ દિગ્દર્શક, રાહુલ રવૈલ પદમાવતી ફિલ્મના નિર્માતા અને કલાકારોને સમર્થન આપતો નિવેદન બહાર પાડયું છે. ફિલ્મને પ્રદર્શિત કરવાનો જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ બાબતે એમણે સખત નારાજગી દર્શાવી હતી.
રાહુલ રવૈલ IIFT માં જ્યુરીના સભ્ય પણ રહી ચૂક્યા છે. રાહુલ રવૈલે કહ્યું કે, લોકો પદમાવતીનો વિરોધ એ માટે કરી રહ્યા છે કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. પણ મુગલે આઝમની અનારકલી પણ એક કાલ્પનિક પાત્ર હતું. ઈતિહાસમાં અનારકલીનો અસ્તિત્વ છે જ નહીં. શું આજે મુગલે આઝમ રીલીઝ થઈ હોત તો એની ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોત ? મને લાગે છે કે એનો વિરોધ એ લોકોએ નહીં કર્યો હોત. જો કે એમણે આજના સમયમાં સુરક્ષા અને શાંતિને ધ્યાનમાં રાખી ફિલ્મને રિલીઝ નહીં કરવાના નિર્માતાના નિર્ણયને વધાવ્યું હતું. એમણે શંકા વ્યકત કરી કે જો ફિલ્મ રિલીઝ થઈ હોત તો હિંસા થઈ હોત.
-રાહુલ રવૈલ