અફઘાનિસ્તાનમાં બે હેલિકોપ્ટરો અથડાતાં ૧પનાં મોત

 

(એજન્સી) તા.૧૪
અફઘાનિસ્તાનમાં સેનાના બે હેલિકોપ્ટરો અથડાતા ૧પ લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાન સેનાના બે હેલિકોપ્ટરોમાં મંગળવારે રાત્રે હેલામંદમાં અથડામણ સર્જાઈ અને તેના પરિણામે ૧પ લોકો મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા છે. અફઘાન સેનાના આ બંને હેલિકોપ્ટરોમાં અથડામણ એવી દશામાં થઈ છે કે આજકાલ હેલમંદના અનેક વિસ્તારોમાં તાલિબાન અને સૈનિકોની વચ્ચે ભીષણ અથડામણ જારી છે. હેલમંદમાં અથડામણો પાછલા ત્રણ દિવસથી અસામાન્ય રીતે ઝડપી થઈ ગઈ છે અને તાલિબાન, લશ્કર અને નાવે અને નાદે અલીના કેટલાક ક્ષેત્રો અને ચેકપોસ્ટો પર કબજો કરવામાં સફળ થયા છે. આ અથડામણોમાં મૃત્યુ પામનારાઓના યોગ્ય આંકડા સામે આવ્યા નથી પરંતુ અફઘાન ગૃહમંત્રાલયે પહેલાં જાહેરાત કરી હતી કે આ અથડામણોમાં તાલિબાનના ૮૦થી વધુ સભ્ય મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનમાં આ અથડામણો એવી દશામાં જારી છે કે અફઘાન સરકાર અને તાલિબાનની વચ્ચે શાંતિ મંત્રણા મંગળવારે દોહામાં ફરી શરૂ થઈ ગઈ છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks