અફઘાનિસ્તાન : સેવ ચિલ્ડ્રનની કચેરી સામે આત્મઘાતી હુમલો : ૧રને ઈજા

(એજન્સી) જલાલાબાદ, તા.ર૪
બુધવારે અફઘાનિસ્તાનના શહેર જલાલાબાદમાં સેવ ધ ચિલ્ડ્રન સંગઠનની કચેરી પાસે થયેલા એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં રનાં મોત ૧રને ઈજા થઈ હતી. લોકોનાં મોત થયા હતા.
ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ સેવ ધ ચિલ્ડ્રન સંગઠનના કાર્યાલય નજીકના ધડાકામાં ૧ર લોકો ઘવાયા હોવાનું જણાવાયું છે. કચેરીના દરવાજે આત્મઘાતી હમલાવરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દઈ ધડાકો કર્યો હતો અને બંદૂકધારીઓને અંદર જવાનો માર્ગ ખુલ્લો કર્યો હતો. આ ઘટના બાદ રાજ્યપાલના પ્રવક્તાએ કહ્યું કે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સેવ ચિલ્ડ્રન સંઘ આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંગઠન છે. જે બાળકોના હકો માટે લડે છે અને મદદ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks