અબડાસા બેઠકની મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ : મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

મહિલાએ બીજીવાર જે એફિડેવિટ રજૂ કરી તેમાં ભૂલ સુધારી હોવા છતાં ચૂંટણી પંચે ફોર્મ રદ્દ કર્યું હોવાનો આક્ષેપ

અમદાવાદ, તા.૨
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે મતદાન થવાનું છે. ત્યારે કચ્છમાં અબડાસા બેઠક પર વિવાદ સર્જાયો છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવારનું ફોર્મ ભૂલોનું કારણ આપીને ચૂંટણી પંચે ફોર્મ રદ્દ કરતા મહિલા ઉમેદવાર હાઈકોર્ટમાં પહોંચી હતી. કચ્છમાં અબડાસા બેઠક પર ભૂજની ૩૩ વર્ષીય મહિલાએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે, ચૂંટણી અધિકારીએ ભૂલોનું કારણ દર્શાવી મહિલાનું ઉમેદવારી ફોર્મ રદ્દ કર્યું હતું. મહિલાનું ચૂંટણી ફોર્મ રદ્દ થતાં મહિલાએ ચૂંટણી લડવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં મહિલા અરજદાર આરતી ગૌસ્વામી વતી વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી અધિકારીએ ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાના બે કારણો આપ્યા છે. જેમાં એફિડેવિટના ર૦મા પાના પર ર(બી) (ર)માં ભૂલ હોવાનું જણાવ્યું હતું અને પાના નંબર ૧પના બ્લોક ૪(૬) (૧, ર, ૩, ૪, પ)ને ખાલી રાખવામાં આવ્યું હતું. જેથી અરજદારનું નોમિનેશન ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. મહિલા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અરજદાર દ્વારા બીજીવાર જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યુંં, તેમાં ભૂલ સુધારી લીધી હોવા છતાં ચૂંટણી અધિકારીએ નોમિનેશન ફોર્મને અમાન્ય ગણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks