અબુ મુહમ્મદ અબ્દુલ્લાહ ઇબ્ન અલ મુકફ્ફા(ઈસ.૭૨૧-૭૫૭)

પ્રભાવી વ્યક્તિત્વ  – મુહમ્મદ સઈદ શેખ

અબુ મુહમ્મદ અબ્દુલ્લાહ રૂઝ્‌બીહ ઇબ્ન દાદુયા કે જે સામાન્ય રીતે ઇબ્ન અલ મુકફ્ફા તરીકે ઓળખાય છે. તેઓ ફારસી અનુવાદક, લેખક અને ચિંતક હતા જેમણે અરબી ભાષામાં લખ્યું હતું.અલ મુકફ્ફાનો જન્મ ગોર (હાલના ફીરૂઝાબાદ, ફારસ)માં આશરે ૭૨૧માં ઉમૈયા ખલીફાના પ્રતિષ્ઠિત વેરા-અધિકારી દાદુયાના ઘરે થયો હતો. દાદુયા પર ગોટાળાનો આક્ષેપ થતા ખલીફાએ એમના હાથને સજા રૂપે છૂંદી નાખ્યો હતો તેથી તેઓ મુકફ્ફા(છૂંદાયેલા હાથવાળા) તરીકે ઓળખાયા. અબ્દુલ્લાહ ઇબ્ને મુકફ્ફાએ પ્રાથમિક શિક્ષણ ગોરમાં લીધું. એ પછી દીવાનુલ હરરાજ તરીકે એમના પિતાની નોકરી બસરામાં હોઈ ત્યાં વધુ શિક્ષણ મેળવ્યું. ત્યાં એમણે અસ્ખલિત અરબી ભાષાનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું.ઇબ્ન અલ મુકફ્ફાએ સનદી સેવાનો પ્રારંભ પોતાના પિતાની જેમ એક કારકૂન તરીકે કરી હતી. બસરાના ગવર્નર સુલેમાન બિન અલીના કારકુન તરીકે કામ કરતી વખતે અલ મુકફ્ફાને ખલીફાને મળવાની તક મળી હતી. ખલીફાની વિનંતીથી એમણે કેટલાંક ગ્રીક શિષ્ટ ગ્રંથોનું પર્શિયન અને એમાંથી અરબીમાં ભાષાંતર કર્યું હતું. કીરમાનના ગવર્નર ઈસા બિન અલીની સેવામાં અલ મુકફ્ફાને ખ્યાતિ મળી.ઈસા બિન અલી અને એમના ભાઈ સુલેમાન બિન અલી ખલીફા અલ મનસુરના કાકા થતા હતા. અત્યાર સુધી ઇબ્ને અલ મુક્ફ્ફા માની અને મઝ્‌દેક ધર્મમાં માગુસ માન્યતા ધરાવતા હતા. એક વખત રાત્રિ ખાણા વખતે એક બાળકે ઈસા બિન અલીની સામે કુર્આનનું પઠન કર્યું. ઇબ્ને અલ મુકફ્ફા પર એનો એવો પ્રભાવ પડ્યો કે એમણે ઇસ્લામ સ્વીકારી લીધો. એ પછી તરત જન્મેલા એમના પુત્રનું નામ મુહમ્મદ રાખતા તેઓ અબુ મુહમ્મદ તરીકે ઓળખાયા. ઈસા અને સુલેમાનના ભાઈ અબ્દુલ્લાહ બિન અલીએ સિંહાસન મેળવવા માટે નિષ્ફળ પ્રયાસ કર્યો ત્યારે એમણે અલ મુકફ્ફાને કહ્યું કે તે ખલીફા અલ મન્સુરને પત્ર લખે કે તેઓ અબ્દુલ્લાહને માફ કરી દે. પત્રની ભાષા અલ મન્સુરને અપમાનજનક લાગતા બસરાના ગવર્નરે અલ મુકફ્ફાને ૭૫૭ કે ૭૫૯માં મૃત્યુદંડ આપ્યો.કૃતિઓ :અનુવાદઃ૧. કલીલહ વ દીમનહ : ભારતના વિષ્ણુ શર્માના સંસ્કૃત ભાષામાં રચાએલ પ્રસિદ્ધ ગ્રંથ ‘પંચતંત્ર’નો અનુવાદ કરી અલ મુકફ્ફાએ અરબી ભાષામાં આ રચના કરી હતી, જે બે શિયાળ ભાઈઓ (કારતક અને દમાનક)ના નામ પર આધારિત છે. પશુ ચારિત્ર્યોના આધારે બોધકથાઓ પર આધારિત આ ગ્રંથ વિશ્વમાં પ્રસિદ્ધ થયેલ છે. મધ્ય યુગના ઘણા લેખકો પર આનો પ્રભાવ પડ્યો હતો. અલ ફારાબી અને ઇબ્ને સીનાના રાજકીય અને મિત્રતાના વિચારો પર આ ગ્રંથનો પ્રભાવ પડ્યો હતો. જગતમાં આજે અસંખ્ય ભાષાઓમાં આનો અનુવાદ થયો છે. આજે જગતમાં જેટલા પણ કલીલહ વ દીમનહ ના ભાષાંતરો છે એનો મુખ્ય આધાર ઇબ્ને મુકફ્ફાનો અરબી ગ્રંથ છે.  ૨.સિયેરૂલ મુલુક (સિયેરૂ મુલુકુલ આઝમ,ખુદાયનામહ) : પહલેવી ભાષામાં લખાયેલ ઇતિહાસના ગ્રંથ ખુદાયનામેહનો અનુવાદ છે.
૩.કિતાબુલ આઈન (કિતાબ અલ રૂસુમ)ઃ પહેલવી અઈનામેજ ગ્રંથનો અનુવાદ છે. આમાં સાસાની રાજ્ય વખતના પર્શિયન રીતિ-રિવાજોનો ઉલ્લેખ છે. આ ગ્રંથ હાલમાં ઉપલબ્ધ નથી.૪.કિતાબુત તક્ફી સીરત એનુસીર્વાન : આ ભાષાંતરમાં નૌસેરવાન અને બીજા લોકોની જીવનકથા છે. નૌસેરવાનની બીજા શાસકોને સલાહ અને કયા નિયમો પાળવા એનો ઉલ્લેખ છે.ઇબ્ને મીસ્કાવાયેહના મતાનુસાર આ ગ્રંથની રચના નૌસેરવાને પોતે કરી હતી.૫.કિતાબુસ સેજીસરાન : આ અનુવાદિત ગ્રંથમાં તુર્કો અને ઈરાનીઓ વચ્ચે યુદ્ધ, પ્રાચીન ઈરાની મહાકાવ્યો અને સિયાવુસ, રૂસ્તમે ઝાલ, ઇસ્ફન્દીયાર અને કુસ્તાબ દંતકથાઓના પાત્રોનો ઉલ્લેખ છે અને મહત્ત્વનું આ છે કે આમાંની ઘણી માહિતી ખુદાયનામેહમાં નથી. ૬. કિતાબુલ પયકાર : આ અનુવાદિત ગ્રંથમાં કેયાનીઓ અને ઇસ્ફન્દીયાર વચ્ચેના યુદ્ધોનો ઉલ્લેખ છે.૭.મઝ્‌દકનું પુસ્તક : એ પહલવી પુસ્તકનો અનુવાદ છે જેમાં મઝ્‌દક નામના ઉચ્ચ સંત વિશે ઉલ્લેખ છે જેણે સાસાની શાસનમાં ઝોરોસ્ત્રિયન ધર્મ છોડી દીધો હતો. આમાં નૌસેરવાનના પિતા કુબાદ પ્રથમ સાથેના એના સંબંધો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. નોલ્દેક (ર્દ્ગઙ્મઙ્ઘીાી)ના માટે આ ગ્રંથ મઝ્‌દીઝ્‌મ વિશે નથી પરંતુ સાહિત્ય વિષયક છે.૮.કિતાબુલ મંતિક : એરીસ્ટોટલના તર્ક્શાસ્ત્રમાં ત્રણ ગ્રંથો કિતાબુલ માકુલાત,કિતાબુલ ઇબારે અને કિતાબુલ કિયાસનો અરબી ભાષામાં અનુવાદ છે જેમાં ટીકાઓ અને વિવેચનો પણ છે.ઇબ્ને અલ મુકફ્ફાની મૌલિક રચનાઓ :૧.અલ અદબુલ કબીર : (અદ દુર્રીયતુલ યતીમ (ફી તાતિલ મુલુક),અલ હિક્મતુલ મદનીયહ, અસ સિયાસતુલ મદનીયહ, કિતાબુલ આદાબ, રિસાલા ફિલ અહ્લાક, રિસાલા ફી મકારીમિલ અહ્લાક વસ સીયાસતીલ મદનિયહ). આમાં અલ મુકફ્ફાએ પ્રસ્તાવનામાં પ્રાચીન જ્ઞાન અને કાર્યોની ચર્ચા પછી શાસકો, વઝીરો (પ્રધાનો) તથા ગવર્નરના શાસકીય અને રાજકીય વર્તનનો ઉલ્લેખ પ્રથમ ભાગમાં છે. જયારે બીજા ભાગમાં લોકો વચ્ચેના સંબંધો, શિષ્ટાચાર અને સાચા મિત્રોના ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૨.અલ અદબુસ સગીર : આમાં મનના શિષ્ટાચાર, સાહિત્યનો પ્રભાવ અને બૌદ્ધિક વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી છે. એ પછી બુદ્ધિમાન વ્યક્તિએ કેવી રીતે પોતાની આત્માને શિસ્તમાં રાખવી, આત્મપરીક્ષણ કરી સતત દૃષ્ટઆત્માથી એને કેવી રીતે બચાવવી, ધાર્મિક લગાવ ધરાવતી વ્યક્તિનું  અલ્લાહના અસ્તિત્વ વિશેના સંબંધના કેટલાક પુરાવાની ચર્ચા કરવામાં આવી છે.આમાં કેટલીક જગ્યાએ નૈતિક સલાહો, કહેવતો અને સામાન્ય લોકો માટે ડહાપણના કિસ્સાઓ છે જે કલીલ વ દિમનાહમાં પણ છે.૩.રિસાલા ફી સહાબા : ૫૦૦૦થી પણ ઓછા શબ્દોમાં લખાયેલ આ પુસ્તિકા અબ્બાસી શાસનની સમસ્યાઓને ઉજાગર કરે છે. ખલીફા અલ મન્સુરને ઉદ્દેશીને લખાયેલ પુસ્તિકામાં રાજકીય, સનદી, સૈનિક, આર્થિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ અને એમના ઉકેલો , દરબારની આંતરિક સમસ્યાઓ અને ખલીફાએ વઝીરો, ગવર્નરો અને અમીરોની પસંદગી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એની ખૂબજ સ્પષ્ટ અને નીડર ભાષામાં ચર્ચા કરવામાં આવી છે.આ પુસ્તિકા ઇબ્ને અલ મુકફ્ફાના વ્યક્તિત્વને બૌદ્ધિક ઊંચાઈ પર મૂકી આપે છે જે સમાજ અને શાસનતંત્રની સમસ્યાઓ અને ઉકેલો શોધવાનો પ્રયત્ન કરે છે. ૪.અલ અદબુલ વસીઝ લિલ વલદીસ સગીર : લેખકે પોતાના પુત્રને આપેલી નૈતિક સલાહોનો સંગ્રહ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks