અબ્દુલ ગવી દસ્નવી કોણ હતા અને ગૂગલ શા માટે તેમની જન્મતિથિ ઉજવી રહ્યું છે ?

(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સર્ચ એન્જિન ગૂગલ દ્વારા પ્રસિદ્ધ ઉર્દૂ લેખક અબ્દુલ ગવી દસ્નવીને તેમની જન્મતિથિ નિમિત્તે ખૂબ જ અવિસ્મરણીય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સર્ચ એન્જિન ખોલતા જ ડૂડલ પર તેમનું રેખાચિત્ર મૂકવામાં આવ્યું છે.
એક લેખક ઉપરાંત દસ્નવી વિવેચક સહિતની અનેક ક્ષમતાઓ ધરાવતા હતા. તેમના યોગદાન બદલ દસ્નવીને ઘણા બધા સન્માનો મળ્યા હતા તેઓ મૌલાના અબુલ કલામ આઝાદ, મિર્ઝા ગાલિબ અને અલ્લામા ઈકબાલ જેવી શખસિયતો વિશે તેમના કામને હંમેશા યાદ રાખવામાં આવશે.
દસ્નવી બિહારના દસ્નવી ગામમાં જન્મ્યા હોવાનું કહેવાય છે. તેઓ મુસ્લિમ સ્કોલર સુલેમાન નદવીના કુટુંબમાં પેદા થયા હતા. તેમના પિતાનું નામ મુહમ્મદ સઈદ રઝા હતું. રઝા ઉર્દૂના અધ્યાપક હતા. ઉપરાંત તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અરબી, પર્શિયન ભાષા પણ ભણાવતા હતા. દસ્નવીએ પણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોતાનો અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો. ૧૯૬૧માં તેઓ સઈફા પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજના ઉર્દૂ વિભાગમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ પ્રોફેસર બન્યા હતા. ત્યારબાદ તેઓ કોલેજના ઉર્દૂ વિભાગના અધ્યક્ષ બન્યા હતા. સાત જુલાઈ ર૦૧૧માં ભોપાલ ખાતે તેમનું મોત થયું હતું.
ગૂગલના હોમપેજ પર મહેમાન કલાકાર પ્રભા મલ્લિયા દ્વારા દસ્નવીને ઉર્દૂ ભાષામાં ગૂગલ લખતા દર્શાવાયા છે. ઉર્દૂ સાહિત્યમાં દસ્નવીનો સિંહફાળો રહેલો છે. પોતાની પ૦ વર્ષની કારકિર્દીમાં દસ્નવીએ ઉર્દૂ ભાષામાં લેખો, કાવ્યો, જીવનચરિત્રો, કાવ્યસંગ્રહો લખ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks