(એજન્સી) નવી દિલ્હી, તા.પ
બેંગ્લોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીનું સંબોધન કર્યાના એક દિવસ બાદ અભિનેતા પ્રકાશ રાજે પી.એમ. દ્વારા રેલીમાં કરવામાં આવેલા વાયદાઓ અંગે આકરા પ્રહારો કર્યો છે. તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “વર્ષ-ર૦૧૪માં વેચવામાં આવેલ પ્રોમિસ ટૂથપેસ્ટ”એ વ્યથિત ખેડૂતો અને બેરોજગાર યુવાનોના ચહેરા પર હાસ્ય લાવી શક્યુંં નહીં. તેમણે લોકોને પૂછ્યું કે શું તમને લાગે છે કે, પીએમ મોદી દ્વારા ગઈકાલે રેલી દરમ્યાન કરવામાં આવેલા વચનો પૂર્ણ કરવામાં આવશે.
વડાપ્રધાને રવિવારે યોજાયેલી રેલીમાં કહ્યું કે કર્ણાટકમાં “કેસરી મોજું” ફરી વળ્યું છે અને ભાજપ કર્ણાટકને “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્ર સાથે વિકાસની દિશામાં આગળ લઈ જશે. તેમણે રાજ્યની સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે “કોંગ્રેસ સરકાર હાલ તો બહાર જવાના માર્ગ પર ઉભેલી છે. કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં જે કાદવ ફેલાવવામાં આવ્યો છે તેમાં હજારો કમળ ખીલશે. મને વિશ્વાસ છે કે બીજેપીનો ભવ્ય વિજય થશે.”
મોદીએ તેમના વચનોને બંધ બેસાડવા માટે એક નવો ટૂંકાક્ષર પણ આપ્યો. ર્ંઁ-ટેમેટો, ઓનિયન, પોટેટો અને કહ્યું કે ખેડૂતો દ્વારા જે ફળ અને શાકભાજી ઉગાડવામાં આવી રહ્યાં છે તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. અમે ખેડૂતોના હિત માટે ‘ઓપરેશન ગ્રીન’ની શરૂઆત કરી છે. જે રીતે ડેરી ઉદ્યોગ માટે અમૂલનું મોડલ સફળ રહ્યું, તે જ રીતે ‘ઓપરેશન ગ્રીન’એ ખેડૂતો માટે સફળ સાબિત થશે, તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
“વચન ટૂથપેસ્ટ”ની ટ્વીટએ પ્રકાશ રાજ દ્વારા તેને માત્ર પુછું છું (જસ્ટ આસ્કીંગ) ઝુંબેશ હેઠળ કરવામાં આવેલો તાજો પ્રહાર હતો. અભિનેતાએ કરણી સેનાના વિરોધ, ખોટા સમાચાર અને સંસદના વિઘટન અંગેના પ્રશ્નો પૂછીને ઘણી વખત સરકારને મુશ્કેલીમાં મુકી છે. પ્રકાશ રાજે હું હિન્દુ વિરોધી નથી, પરંતુ મોદી વિરોધી, શાહ વિરોધી અને હેગડે વિરોધી હોવાનું કહીને વિવાદ સર્જ્યો હતો.