એડિટોરિયલ કાર્ટૂનમાં સીતાને રામભક્તો વિશે કોમેન્ટ કરતા દેખાડાયા છે
સમાજના લોકોનું કેટલું પ્રેશર હશે તે સમજી શકાય. આ એક્ટર સીતા રામભક્ત અંગે કોમેન્ટ કરે છે અને તે માટે આજે માફી માંગવી પડી પરંતુ કેટલાય દાઢી ટોપીવાળા બેફામ ભાષણ મારી જાય છે પરંતુ તેમને પ્રેમથી સમજાવવાનો સમય કોઈની પાસે નથી !
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
વિક્રાંત મેસ્સી અત્યારે ચર્ચામાં છે અને તેઓ 12th Fail ફિલ્મને મળેલી મોટી સફળતા બાદથી જ સતત એક બાદ એક ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. ક્યારેક તે પોતાના શરૂઆતી સંઘર્ષ વિશે જણાવે છે તો ક્યારેક જૂની ભૂલનો પણ ઉલ્લેખ કરે છે. તાજેતરમાં જ અભિનેતાએ ભગવાન રામ અને દેવી સીતાના કાર્ટૂનવાળા પોતાના જૂના ટિ્વટ માટે માફી માંગી છે.
વિક્રાંત મેસ્સીએ એપ્રિલ ૨૦૧૮માં ટિ્વટ શેર કરી હતી જેમાં એક કાર્ટૂન દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્ટૂનમાં સીતાને રામ ભક્તો પર કમેન્ટ કરતા બતાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ તાજેતરમાં જ ફરીથી સામે આવી અને તેને શેર કરવા માટે વિક્રાંતને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો. દરમિયાન તેમણે જેટલી પણ ૧૨ંર હ્લટ્ઠૈઙ્મ દ્વારા લોકો પાસેથી પ્રશંસા મેળવી હતી હવે તે તેમના વિરોધમાં બદલાઈ ગઈ છે. સતત સોશિયલ મીડિયા પર વિરોધ બાદ વિક્રાંતે પોસ્ટ હટાવી દીધી અને હિંદુ સમુદાય પાસે માફી માંગી છે. અભિનેતાએ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં લખ્યું, ૨૦૧૮માં મારી એક ટિ્વટ દ્વારા હું અમુક શબ્દ કહેવા માંગુ છું. હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડવી, બદનામ કરવા કે અપમાન કરવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો પરંતુ જ્યારે હું મજાકમાં કરેલી એક ટિ્વટ વિશે વિચારૂ છું. મને મારી ભૂલનો પણ અહેસાસ થાય છે. આ વાત અખબારમાં છપાયેલા કાર્ટૂનને સામેલ કર્યા વિના પણ કહી શકાતી હતી. વિક્રાંતે ૨૦ ફેબ્રુઆરીએ નવા ટિ્વટમાં કહ્યું, ‘હું અત્યંત વિનમ્રતાની સાથે તે તમામ લોકોની માફી માંગવા ઈચ્છુ છું જેમને ઠેસ પહોંચી છે, તમે બધા જાણો છો કો હું તમામ આસ્થાઓ, વિશ્વાસો અને ધર્મોનું યથાસંભવ સર્વોચ્ચ સન્માન કરૂં છું. આપણે તમામ સમયની સાથે મોટા થઈએ છીએ અને પોતાની ભૂલ પર વિચાર કરીએ છીએ.’ વર્ષ ૨૦૧૮માં વિક્રાંતે કથુઆ અને ઉન્નાવ રેપ કેસના સંબંધમાં ભગવાન રામ-સીતા રાજકીય કાર્ટૂન શેર કર્યું હતું. જે તે સમયે ચર્ચામાં રહ્યું હતું. કાર્ટૂનમાં માતા સીતા હાથમાં છાપુ પકડીને ભગવાન રામ વિશે જણાવતી નજર આવી. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, મને ખૂબ ખુશી છે કે, મારૂ અપહરણ રાવણે કર્યું હતું, તમારા ભક્તોએ નહીં. આ પોસ્ટ સાથે વિક્રાંતે કેપ્શનમાં લખ્યું, અડધા રાંધેલા બટાકા અને અડધા રાંધેલા રાષ્ટ્રવાદી માત્ર પેટમાં દુઃખાવો પેદા કરશે. અભિનેતાની આ જૂની પોસ્ટ વાયરલ થતાં જ લોકો રોષે ભરાયા અને લોકોએ ધર્મની મજાક ઉડાવવા પર અભિનેતાને ખૂબ ટ્રોલ કરીને તેમના વિરુદ્ધ બોલવાનું પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ વિક્રાંત ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમનો ભાઈ ૧૭ વર્ષની ઉંમરે મુસ્લિમ બની ગયો હતો. તેમણે કહ્યું કે, તેમની માતા શીખ છે અને તેમના પિતા ખ્રિસ્તી છે. નાની ઉંમરેથી જ મેં ધર્મ અને આધ્યાત્મિકતા સાથે સંબંધિત ઘણા તર્ક જોયા છે. આ જોયા બાદ હુેં પોતાની શોધમાં લાગી ગયો અને વિચારવા લાગ્યો કે હકીકતમાં ધર્મ શું છે. આ માનવ નિર્મિત છે.